Shahrukh Khan ની ફિલ્મ `Pathan` ના સેટ પર મારપીટ, ડાયરેક્ટર Siddharth Anandને પડ્યો લાફો
શાહરૂખ ખાન (Shahrukh Khan) ના ફિલ્મ સેટ પરથી એક સમાચાર મળી રહ્યાં છે. ફિલ્મ પઠાન (Pathan) ના સેટ પર મારપીટ થઈ છે. આ લડાઈ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ (Siddharth Anand) ને પણ લાફો પડ્યો છે.
નવી દિલ્હીઃ શાહરૂખ ખાન (Shahrukh Khan) ના ફિલ્મ સેટ પરથી એક સમાચાર મળી રહ્યાં છે. ફિલ્મ પઠાન (Pathan) ના સેટ પર મારપીટ થઈ છે. આ લડાઈ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ (Siddharth Anand) ને પણ લાફો પડ્યો છે. તેમને એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે લાફો માર્યો છે. બોલીવુડ હંગામામાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર અમે આ જાણકારી આપી રહ્યાં છીએ.
બધા ચોંકી ગયા
કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ આનંદ (Siddharth Anand) ની વાત ન માનવાને કારણે બંન્ને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે મારામારી શરૂ થઈ હતી. આ લડાઈ જોઈને બધા ચોકી ગયા હતા.
આ પણ વાંચો- Sherlyn Chopra એ Sajid Khan પર લગાવ્યો ગંભીર આરોપ, સામે નિકાળ્યો હતો Private Part
આ કારણે થયો ઝગડો
સિદ્ધાર્થ આનંદ (Siddharth Anand) પોતાની ફિલ્મને લઈને સીરિયસ રહે છે અને ધ્યાનપૂર્વક કામ કરે છે. તે પોતાની સાથે કામ કરનાર અન્ય લોકોની ભૂલ સહન કરતા નથી. પઠાનના સેટ પર તેમણે લોકોને મોબાઇલ ન લાવવાનું કહ્યું હતું. આ વાતને લઈને સિદ્ધાર્થ આનંદ ગુસ્સે થયા અને તેમણે પોતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને ફટકાર લગાવી હતી.
ત્યારબાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગુસ્સામાં બહાર ચાલ્યા ગયા હતા. તે સિદ્ધાર્થ આનંદને ગાળો આપવા લાગ્યા. સાથે હાજર અન્ય લોકો વિરુદ્ધ પણ વાત કરવા લાગ્યા હતા. આનંદને આ વાતની જાણકારી મળી તો તે ગુસ્સામાં પોતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને મળવા બહાર ગયા. ત્યાં વિવાદ વધી ગયો અને સિદ્ધાર્થ આનંદને આસિસ્ટન્ટ ડાયરેક્ટરે લાફો મારી દીધો.
આ પણ વાંચોઃ યૂટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે આ હિન્દી રોમેન્ટિક સોંગ, જોઇ ચૂક્યા છે આટલા લોકો
શાહરૂખ ખાન પઠાનથી કરશે કમબેક
યશરાજ બેનર હેઠળ બની રહેલી પઠાન (Pathan) માં શાહરૂખ ખાન (Shahrukh Khan) બે વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર નજર આવશે. છેલ્લા બે વર્ષથી શાહરૂખની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. દર્શકો તેની ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. હવે જોઈએ કે આ ઘટનાની ફિલ્મ પર શું અસર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube