નવી દિલ્હીઃ આ વર્ષે ક્રિસમસના તહેવાર પર બોલીવુડ બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો રણવીર કપૂર (Ranbir Kapoor), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અમિતાભ બચ્ચનની 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra)નો સામનો સલમાનની 'દબંગ 3' સાથે થવાનો હતો, પરંતુ બાદમાં 'બ્રહ્માસ્ત્ર'ના નિર્માતાઓએ તેની રિલીઝ 2020ની ગરમીઓ સુધી ટાળી દીધી છે. હવે જાણવા મળી રહ્યું છે કે ફિલ્મમાં બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાન (Shahrukh Khan) પણ કેમિયો કરવાના છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ગેસ્ટ એપિરિયન્સમાં જોવા મળશે. મહત્વનું છે કે ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી વેબસાઇટ ડીએનએ અનુસાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં શાહરૂખ ખાન પણ કેમિયો કરવાના છે. અહેવાલ અનુસાર તે આ વર્ષના અંત સુધી પોતાનું શૂટિંગ શરૂ કરી દેશે. છેલ્લે આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોમાં અભિનય કરનાર શાહરૂખ પાસે તે આશા કરવામાં આવી રહી છે કે તે કાલે (2 નવેમ્બર)ના પોતાના જન્મદિવસ પર આ જાહેરાત કરી શકે છે.

અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યાને અનોખો અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા 


ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, અક્કિનેની નાગાર્જુન અને મૌની રોય જેવા કલાકાર છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન આલિયા અને રણબીર નજીક આપ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ પ્રથમવાર આલિયા અને રણબીરની સાથે જોવા મળશે. ફિલ્મના એક ભાગનું શૂટિંગ ઇઝરાયલના તેલ અવીવમાં કરવામાં આવ્યું છે, જ્યારે બીજા ભાગનું શૂટિંગ બુલ્ગેરિયામાં પણ કરવામાં આવ્યું છે.