નવી દિલ્હી : હાલમાં બોલિવૂડના કલાકાર દરેક પગલે મોદી સરકાર સાથે ઉભેલા નજરે ચડે છે. આ પરિસ્થિતિમાં બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન, સલમાન ખાન અને કેટરિના કૈફને સાંકળતા મોટા સમાચાર સામે આવ્યા છે. આ ત્રણેય દિગ્ગજ મોદી સરકારની એક નવી યોજના સાથે જોડાવાના છે. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની ઓટોનોમસ બોડી નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દૂ લેંગ્વેજ (NCPUL)એ હાલમાં માહિતી આપી છે કે ઉર્દુ ભાષાને પ્રમોટ કરવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન અને કેટરિના કૈફ જેવા બોલિવૂડના સુપરસ્ટાર્સની મદદ લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ત્રણેય કલાકારોની મદદ ઉર્દુ ભાષા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે લેવામાં આવશે કારણ કે તેમના ચાહકોની સંખ્યા ઘણ વધારે છે. તેમના ચાહકોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને જ કદાચ મોદી સરકારે આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે NCPUL ઉર્દૂમાં પુસ્તકો પ્રકાશિત કરે છે અને નેશનલ તેમજ ઈન્ટરનેશનલ લેવલના પ્રોગ્રામોનું પણ આયોજન કરે છે. પરંતુ, સોશિયલ મીડિયા પર ઉર્દુ ભાષાને પ્રમોટ કરવા માટે સલમાન અને કેટરિનાને પસંદ કરવા અંગેના મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. કેટલાક લોકો આ પ્રોજેક્ટ માટે કેટરિનાની પસંદગી કરવાના નિર્ણયની આકરી ટીકા કરી રહ્યા છે. 


લીક થયો સારા અને કાર્તિકનો વીડિયો, ચાહકોએ ધોયા માછલાં અને આપી વણમાગી સલાહ


NCPULના ડિરેક્ટર અકીલ અહમદે જણાવ્યું કે તેઓ બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સ જેવા કે શાહરૂખ ખાન અને સલમાન ખાનનો સંપર્ક કરવા જઈ રહ્યા છે. તેઓ ઉર્દૂ ભાષામાં કેટલીક લાઈનો બોલશે અને તે વિડીયોને ઉર્દૂ ભાષાને પ્રમોટ કરવા માટેની કેટલીક ઈવેન્ટ્સમાં ઉપયોગ કરવામાં આવશે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...