નવી દિલ્હી: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan) પોતાના લાડલા પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને લઈને ઘણા મુશ્કેલીમાં છે. ડ્રગ્સ કેસ પછી શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેમના પરિવારે ઘણા એવા નિર્ણય લીધા છે, જેમાંથી એક મોટો નિર્ણય પુત્ર આર્યન ખાન  (Aryan Khan) ની સુરક્ષાને લઈને પણ છે. ડ્રગ્સ કેસ પછી હવે શાહરૂખ-ગૌરી(Shah Rukh and Gauri)એ એક એવો નિર્ણય લીધો છે, જેના પછી આર્યન ખાન (Aryan Khan)પોતાની મરજીના માલિક રહેશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્યન માટે અલગથી બોડીગાર્ડ
અહેવાલ મળી રહ્યા છે કે શાહરૂખ ખાને (Shah Rukh Khan) પોતાના મોટા પુત્ર માટે એક બોડીગાર્ડ રાખ્યો છે, જે પળેપળ તેની તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. એક અગ્રણી વેબસાઈટ બોલિવુડ લાઈફની એક રિપોર્ટના મતે, શાહરૂખ (Shah Rukh Khan) આ કેસમાં અંદરથી પુરી રીતે હલી ગયા છે. તેઓ વિચારી રહ્યા છે કે જો આર્યન (Aryan Khan)ની પાસે પોતાનો બોડીગાર્ડ હોત તો કદાચ આજે આટલી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત.


ખુબ જલ્દી એપાઈમેન્ટ થશે બોડીગાર્ડ
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન(Shah Rukh Khan)નો પર્સનલ સિક્યોરિટી ઈન્ચાર્જ રવિ હાલ તેમના આખા પરિવારની સિક્યોરિટી સંભાળે છે, પરંતુ હવે એવું લાગે છે કે આર્યન ખાન (Aryan Khan)  માટે અલગથી શાહરૂખ (Shah Rukh Khan) એક અલગ બોડીગાર્ડ એપાઈન્ટ કરનાર છે. SRKનું માનવું છે કે નવો બોડીગાર્ડ રવિની જેમ આર્યનનું ધ્યાન રાખશે.


મન્નતમાં નહીં રહે આર્યન
શાહરૂખ ખાન(Shah Rukh Khan)ના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં શાહરૂખ એક મોટા નિર્ણય પર અમલ કરવા જઈ રહ્યા છે. એટલું જ નહીં, શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને દિવાળી પછી મન્નતથી દૂર કરવા વિશે વિચારી રહ્યા છે. મુંબઈથી દૂર શાહરૂખ પોતાના પુત્રને અલીબાગ મોકલવાના છે જ્યાં તેમણે પોતાની સાથે સમય વિતાવવાનો અને પોતાની જાત માટે વિચારવાનો સમય મળે.


ઘરથી દૂર ફાર્મહાઉસમાં રહેશે આર્યન
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન હવે અલબાગવાળા ફાર્મફાઉસમાં રહેશે. શાહરૂખ ઈચ્છે છે કે તેમનો પુત્ર મેંટલ ટ્રોમામાંથી બહાર આવે. તમને જણાવી દઈએ કે, કોર્ટ દ્વારા જામીન માટે રાખવામાં આવેલી શરતોમાં આર્યન ખાનનો પાસપોર્ટ જપ્તવાળો નિયમ પણ છે. એટલે આર્યન ખાન જ્યાં સુધી જામીન પર બહાર છે અને તેમના પર આ કેસ ચાલી રહ્યો છે, ત્યાં સુધી તેમનો પાસપાર્ટ જપ્ત રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube