નવી દિલ્હીઃ Shailesh Lodha FIR Against TMKOC: શૈલેષ લોઢા વર્ષ સુધી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)સાથે જોડાયેલા રહ્યા હતા. થોડા સમય પહેલાં તેમણે આ શોને અલવિદા કહી દીધુ હતું. શોના પ્રોડ્યૂસર અસિત મોદી અને શૈલેષ લોઢા વચ્ચે ખટપટના સમાચાર પણ સામે આવતા રહે છે. શૈલેષ પમ અસિત મોદી પર નિશાન સાધવાનું ચુકતા નથી. આ વચ્ચે શૈલેષે અસિતની પ્રોડક્શન કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૈલેષ લોઢાએ 14 વર્ષ સુધી તારક મેહતા તરીકે TMKOC માં કામ કર્યું. પાછલા વર્ષે એપ્રિલમાં તેમણે અસિત મોદી સાથે વિવાદ થયા બાદ શો છોડી દીધો. રિપોર્ટ પ્રમાણે આશરે એક વર્ષ કરતા વધુ સમયની રકમ ચુકવવામાં આવ્યા નથી. છ મહિના સુધી રાહ જોયા બાદ હવે શૈલેષે અસિત મોદીની પ્રોડક્શન કંપની વિરુદ્ધ લીગલ એક્શન લેવાનો નિર્ણય લીધો છે. 


આ પણ વાંચોઃ CELINA JAITLEY: લગ્ન બાદ બોલીવુડ છોડી દેનાર સેલિના જેટલી આ કારણોસર બની ટોક ઓફ ધ ટાઉન


શૈલેષે અસિત મોદી વિરુદ્ધ કરી ફરિયાદ
રિપોર્ટ અનુસાર શૈલેષ લોઢાએ અસીત મોદી વિરુદ્ધ પોતાનો પગાર આપવામાં વિલંબને લઈને ફરિયાદ દાખલ કરી છે. લોઢાએ નેશનલ લો ટ્રિબ્યૂનલ (NCLT)ની પાસ પહોંચ્યા અને કલમ 9 હેઠળ એક કોર્પોરેટ ઇન્સોલવેન્સી રેઝોલ્યૂશન શરૂ કર્યું કારણ કે અસિત મોદીએ હજુ તેને પગાર આપ્યો નથી. આ મામલામાં મે મહિનામાં સુનાવણી થશે. શૈલેષે તેના પર કહ્યું- મામલો વિચારણામાં છે અને કોર્ટમાં છે, તેથી હું અત્યારે તેના પર કોઈ કોમેન્ટ નહીં કરૂ. 


આ પણ વાંચોઃ Pushpa 2 નું વિચિત્ર પરાક્રમ! ના ફિલ્મ બની, ના કહાનીનું ઠેકાણું તેમછતાં કમાયા 275 CR


શોના પ્રોજેક્ટ હેડે આપ્યું રિએક્શન
આસિત મોદીએ આના પર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ શોના પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણીએ જણાવ્યું હતું કે, “અમે તેમને મેઇલ અને કોલ દ્વારા તમામ પેપરવર્ક કરવા અને તેમનો બાકીનો પગાર લેવા વિનંતી કરી હતી. અમે તેને ક્યારેય પગાર આપવાની ના પાડી નથી. દરેક કંપનીમાં નોકરી છોડ્યા બાદ પેપરવર્ક કરવામાં આવે છે. આમાં શું વાંધો છે? અહીં-તહીં ફરિયાદ કરવાને બદલે સાદી પ્રક્રિયાનું પાલન કર્યું હોત તો સારું ન થાત? અમે કોઈ બાબતનો પીછો કરી રહ્યા નથી કારણ કે અમે તેનો પગાર ચૂકવવાની ના પાડી નથી. અમે તેમની સાથે કાગળો પર હસ્તાક્ષર કર્યા પછી પગાર લેવા વિશે તેમને જાણ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube