Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલનો હંમેશા માટે સાથ છોડશે તેમના પ્રિય મિત્ર, શૈલેષ લોઢા આ કારણથી નારાજ!
Taarak Mehta Ka Ooltah Chashmah: શૈલેષ લોઢા `તારક મહેતા` સીરિયલના અંતમાં મોનોલોગમાં જોવા મળી રહ્યા છે. એવામાં એક્ટરના શો છોડવાનું સાચું કારણ શું છે તેનો ખુલાસો થઈ ગયો છે.
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના શૈલેષ લોઢાને લઇને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા છે. કેટલાક સમાચારમાં કહેવામાં આવ્યું કે હવે એક્ટર શોમાં ક્યારે પણ જોવા મળશે નહીં. જોકે, મેકર્સ અને શૈલેષ લોઢા તરફથી શો છોડવાને લઇને કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. શૈલેષ આ સમયે ભલે શોમાં જોવા મલી રહ્યા નથી પરંતુ એપિસોડના અંતમાં મોનોલોગ માટે હજુ પણ તેઓ શૂટ કરી રહ્યા છે. આ વચ્ચે શોમાં વાપસી ના કરવાનું સાચા કારણનો ખુલાસો થયો છે.
મેકર્સના કોન્ટ્રાક્ટથી છે પરેશાન
ઈ ટાઈમ્સના રિપોર્ટનું માનીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોમાં એક્ટર્સના શો છોડવાનું કારણ તેમનો કોન્ટ્રાક્ટ છે. હકીકતમાં શોના પ્રોડ્યૂસર અસિત મોદીના કોન્ટ્રાક્ટ અનુસાર જ્યાં સુધી એક્ટર્સ તારક મહેતાના શો સાથે જોડાયેલા છે ત્યાં સુધી તેઓ બીજુ કોઈ કામ કરી શકતા નથી. પછી ભલે તે થોડા દિવસ ઘરે ખાલી કેમ ના બેઠા હોય. સમાચારોનું માનીએ તો કોન્ટ્રાક્ટની આ શરતોના કારણે ઘણા સ્ટાર ખુશ નથી.
કેમેરા સામે શખ્સે મલાઈકાને એવી જગ્યાએ હાથ લગાવ્યો, જે જોઈ એક્ટ્રેસ શોકમાં
શૈલેષ લોઢા માત્ર 15 દિવસ કરે છે શોમાં કામ
રિપોર્ટ્સનું માનીએ તો શોમાં શૈલેષ લોઢા માત્ર 15 દિવસ જ કામ કરે છે. એવામાં બાકીના દિવસો તેઓ તેમની કવિતા અને આવનારા શોને આપવા માંગતા હતા. પરંતુ શોના પ્રોડ્યૂસર અસિત મોદી તેમની આ વાત માનવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે જો તેમમે એવું કર્યું તો તમામના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવા પડશે. રિપોર્ટ્સનું માનીએ તો શોનું શૂટીંગ પૂર્ણ થયા બાદ થોડા દિવસ સુધી ખાલી બેસી રહેવું સ્ટાર્સને પંસદ નથી આવી રહ્યું. તમને જણાવી દઈએ કે, શૈલેષ લોઢાથી પહેલા દિશા વાકાની પણ શોને અલવિદા કહીં ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube