મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્ન બાદ બોલિવુડની એક બાદ એક સેલિબ્રિટી લગ્ન કરી રહી છે. બોલિવૂડ સ્ટાર શક્તિ કપૂર અને શિવાંગી કપૂરની લાડલી શ્રદ્ધા કપૂર હવે નજીકના ભવિષ્યમાં લગ્ન કરી લેવાની હોવાની ચર્ચા છે. આ વર્ષે લગ્ન કરવા માટે તલપાપડ સેલિબ્રિટીઓની યાદીમાં આલિયા-રણબીર, ફરહાન અખ્તર-શિબાની દાંડેકર તેમજ અર્જુન કપૂર-મલાઈકા અરોરાના પણ નામ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ નિક સાથેની ‘સેક્સ લાઇફ’ મામલે પ્રિયંકા ચોપડાનો મોટો ખુલાસો


શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો તે પોતાના બોયફ્રેન્ડ અને સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરવા માટે તૈયાર છે એવી ચર્ચા છે. આ બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે અને એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે આ ચર્ચા પછી શ્રદ્ધા પિતા શક્તિ કપૂરે સ્પષ્ટતા કરતું નિવેદન આપ્યું છે. શક્તિ કપૂરે પોતાની દીકરીના લગ્નને લઈને એક સ્પષ્ટતા કરી છે. શક્તિ કપૂરે કહ્યું હતું કે, તે આગામી 4થી 5 વર્ષ સુધી લગ્ન નહીં કરે. એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જે કંઈ લગ્ન અંગે સાંભળવા મળ્યું છે તે તમામ વસ્તુ બકવાસ છે. શ્રદ્ધાનો આગામી 4થી5 વર્ષા ગાળામાં લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. હાલમાં તે પોતાના આવનારા પ્રોજેક્ટ પર ફોક્સ કરી રહી છે. શક્તિ કપૂરે કહ્યું હતું કે, બે વર્ષ તે પોતાની ફિલ્મોને લઈને ખૂબ જ વ્યસ્ત રહેવાની છે. રોહનના પિતા રાકેશ મારા ખૂબ સારા મિત્ર છે. શ્રદ્ધા તેની લાઈફમાં શું કરે છે એ અંગેની તમામ માહિતી મારી સાથે શેયર કરે છે. પરિવારની સહમતી વગર શ્રદ્ધા લગ્ન નહીં કરે.


શ્રદ્ધાના પ્રેમી તરીકે પહેલાં ફિલ્મમેકર ફરહાન અખ્તરનું નામ ચર્ચામાં હતું. ફરહાન અખ્તર અને પત્ની અધુના 2016માં અલગ થઇ ગયા હતા. 2017માં બંનેએ ઓફિશિયલી તલાક લીધા હતા. ડિવોર્સ પછી ફરહાન અખ્તરનું નામ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતું પણ પિતા શક્તિ કપૂરની નામરજીના કારણે તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. હવે એકવાર ફરી ફરહાન અખ્તરનું નામ નવી હીરોઇન સાથે જોડાયું છે. હવે ફરહાનનું નામ સિંગર-એક્ટર શિબાની દાંડેકર સાથે જોડાયું છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...