Shalin Bhanot Ex Wife Dalljiet Kaur:  ટીવી અભિનેત્રી દલજીત કૌરે (Dalljiet Kaur)પહેલા એક્ટર શાલિન ભનોટ (Shalin Bhanot)સાથે લગ્ન કર્યા હતા. પહેલા લગ્નની નિષ્ફળતા બાદ અભિનેત્રીએ ફરી એકવાર પોતાનું જીવન નવેસરથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દલજીત કૌર (Dalljiet Kaur Second Marriage) હવે યુકે સ્થિત ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા નિખિલ પટેલ સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવવા જઈ રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો દલજીત કૌર (Dalljiet Kaur Son Name) પુત્ર જેડન સાથે લંડનમાં સ્થાયી થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shalinની ભૂતપૂર્વ પત્ની કરશે બીજા લગ્ન!
અભિનેત્રી દલજીત કૌર ((Dalljiet Kaur Divorce Reason)એ તાજેતરમાં ઇ-ટાઇમ્સ સાથે વાતચીતમાં જીવનના એક નવા પાસાને જાહેર કર્યું. દલજીત (Dalljiet Kaur Boyfriend)એ જણાવ્યું કે 'લગ્ન માર્ચમાં છે અને અત્યારે તે ઘણી બધી બાબતો શોધી રહી છે, હાલમાં તે થોડા વર્ષો માટે આફ્રિકાના નૈરોબી જશે, જ્યાં તેનો બોયફ્રેન્ડ નિખિલ કામ કરી રહ્યો છે. બાદમાં તે લંડન શિફ્ટ થશે.


આ રીતે શરૂ થઈ દલજીતની બીજી લવસ્ટોરી 
તેની અને નિખિલની લવ સ્ટોરી વિશે વાત કરતાં દલજીત કૌરે  (Dalljiet Kaur Marriage)કહ્યું, 'તેઓ પહેલીવાર ગયા વર્ષે એક મિત્રની પાર્ટીમાં મળ્યા હતા.' દલજીતે જણાવ્યું કે, પહેલી મુલાકાતમાં તેણે પોતાના પુત્ર વિશે વાત કરી હતી અને નિખિલે તેની બે પુત્રીઓ વિશે જણાવ્યું હતું. તેણે પગમાં વાદળી રંગનો નેલ પેઈન્ટ લગાવ્યો હતો, તેથી મેં પ્રશ્ન કરતાં નિખિલે કહ્યું કે તેને બે પુત્રીઓ છે.


દલજીત (Dalljiet Kaur and Nikhil Patel)એ કહ્યું, 'ત્યારે કોઈ રોમાંસ નહોતો, પરંતુ બે સિંગલ પેરેન્ટ્સ એકબીજા સાથે વાત કરતા હતા.' દલજીતે જણાવ્યું કે, 'નિખિલની નાની દીકરી તેની માતા સાથે યુએસમાં રહે છે અને લગ્ન પછી એરિયાના તેની સાથે રહેશે.' અહેવાલો અનુસાર, દલજીત અને નિખિલે લગભગ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 3 જાન્યુઆરી, 2023 ના રોજ સગાઈ કરી હતી, હવે તેઓ માર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.