Shamshera Teaser: બોલિવુડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મ શમશેરાનું પોસ્ટ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના પોસ્ટરમાં રણબીર કપૂરનો દાઢીમાં ખુબ જ ડરામણો લૂક સામે આવ્યો હતો. તમને જણાવી દઈએ કે શમશેરાનું ટ્રેલર રિલીઝ કરવા માટે કમર કસી લીધી છે, જે 24 જૂને રિલીઝ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે શમશેરાનું ટ્રેલર ઘણા મોટા શહેરોમાં રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શમશેરા ફિલ્મ 22 જુલાઈ 2022ના રોજ રિલીઝ થનાર છે.



રણબીર કપૂરનો લૂક
'શમશેરા'નું પોસ્ટર લીક થતાં જ ચાહકોને રણબીર કપૂરનો ડરામણો લૂક જોવા મળી રહ્યો છે. વાયરલ લૂકમાં તમે જોઈ શકો છો કે રણબીર કપૂર મોટા વાળ અને મોટી દાઢીમાં જોવા મળી રહ્યો છે. તેના ચહેરા પરના હાવભાવથી કોઈ પણ ડરી જાય તેમ છે. 'શમશેરા'માં રણબીરનો લુક જોઈને ફેન્સ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું.



'શમશેરા'ની સ્ટારકાસ્ટ
કરણ મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ શમશેરામાં રણબીર કપૂર ઉપરાંત સંજય દત્ત, વાણી કપૂર, આશુતોષ રાણા, રોનિત રોય, સૌરભ શુક્લા, ત્રિધા ચૌધરી અને આહાના કુમરા પણ મહત્વની ભૂમિકામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ડાકુ શમશેરાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 'શમશેરા' આદિત્ય ચોપરા દ્વારા બનાવવામાં આવી છે.


રણબીર કપૂરના આગામી પ્રોજેક્ટ્સ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ 'શમશેરા' સિવાય રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર' અને લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળશે. રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પણ આ વર્ષે 9 સપ્ટેમ્બરે 2022માં રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.


નોંધનીય છે કે, 'શમશેરા' ની કહાની કાઝાના કાલ્પનિક શહેરમાં  છે, જ્યાં એક યોદ્ધા આદિજાતિને નિર્દય સરમુખત્યારશાહી જનરલ શુધ સિંહ દ્વારા કેદ કરવામાં આવે છે, ગુલામ બનાવવામાં આવે છે અને ત્રાસ આપવામાં આવે છે. આ એક એવા માણસની કહાની છે જે ગુલામ બને છે, ત્યારબાદ એક ગુલામ નેતા બને છે. તે અવિરતપણે તેની આદિજાતિની સ્વતંત્રતા અને ગૌરવ માટે લડે છે. તેનું નામ 'શમશેરા' છે.