Shark Tank India Judge Aman Gupta: ઘણીવાર ફિલ્મ સ્ટાર્સ કોઈને કોઈ વસ્તુઓનું પ્રમોટ કરતા રહે છે. પરંતુ તાજેતરમાં જ 'શાર્ક ટેન્ક ઈન્ડિયા'ના જજ અમન ગુપ્તાએ એક અભિનેતાનું નામ લીધા વિના તેના વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે આ અભિનેતા પર નમ્ર હોવાનો ઢોંગ કરવાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં તેમ પણ કહ્યું કે, લોકો જલ્દી જ આ અભિનેતાની વાસ્તવિકતા સમજી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૂબ જ ઘમંડી છે
'બોટ' કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ માર્કેટિંગ ઓફિસર અમન ગુપ્તાએ આ વાતનો ખુલાસો કર્યો છે. અમન રિયાલિટી શો 'શાર્ક ટેન્ક ઈન્ડિયા'માં જજ રહી ચૂક્યો છે. તાજેતરમાં તે આ જ શોના સાથી-જજ અનુપમ મિત્તલના પોડકાસ્ટ પર આવ્યો હતો. તેની નવી સીઝન 6 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહી છે. તેથી આ શોમાં વાત કરતી વખતે અમન ગુપ્તાએ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતાનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું કે, 'એક અભિનેતાએ અમારી સાથે કામ કર્યું હતું. તેઓ અમારા બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે. તે ખૂબ જ ઘમંડી વ્યક્તિ છે. મેં હંમેશા સમાચારોમાં તેમના વિશે માત્ર સારી વાતો જ સાંભળી અને વાંચી છે.'


સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી WTCની ફાઇનલમાં બનાવી જગ્યા, ભારતની મુશ્કેલીઓ વધી


નેટીઝન્સ લગાવી રહ્યા છે અનુમાન?
અમન ગુપ્તાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હલચલ વધી ગઈ છે. Reddit યુઝર્સ પણ સતત સ્ટારના નામનું અનુમાન લગાવી રહ્યા છે. જે બાદ સોશિયલ મીડિયા પર બે નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, જેમાં કાર્તિક આર્યન અને દિલજીત દોસાંજનું નામ સૌથી વધુ આવી રહ્યું છે. આ બન્ને બોટના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. કાર્તિક આર્યન વર્ષ 2018માં બોટનો પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. આ પછી વર્ષ 2020માં દિલજીત દોસાંઝ. જો કે, આ બે નામોમાંથી મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યનનું નામ લઈ રહ્યા છે. આ સેલિબ્રિટી કોણ છે જેના વિશે અમન ગુપ્તા વાત કરી રહ્યો છે, કૃપા કરીને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય શેર કરો.