ફિલ્મમાં કરેલા બોલ્ડ સીનના કારણે અભિનેત્રીથી છીનવાયો હતો દીકરો, જજે કરી હતી આવી કમેન્ટ
Sharon Stone Nude Scene: હોલીવુડ અભિનેત્રી શેરોન સ્ટોને ખુલાસો કર્યો કે 1992માં આવેલી તેની ફિલ્મ બેસિક ઇન્સ્ટિક્ટમાં આપેલા ન્યૂડ સીનને કારણે તેને કોર્ટમાંથી કસ્ટડી ન મળી શકી.
નવી દિલ્હીઃ હોલીવુડની હૉટ ગણાતી અને હંમેશા ચર્ચામાં રહેલી અભિનેત્રીઓમાંથી એક એટલે શેરોન સ્ટોન. જેણે પોતાની બુક 'ધ બ્યૂટી ઓફ લિવિંગ ટ્વાઈસ'માં એક મોટો ખુલાસો કર્યો છે. શેરોન સ્ટોને દાવો કર્યો છે કે 1992માં આવેલી તેની ફિલ્મ 'બેસિક ઈન્સિટિંક્ટ'માં બતાવવામાં આવેલા એક ન્યૂડ સીનના કારણે તેને કોર્ટે દીકરાની કસ્ટડી નહોતી આપી. આ સીનથી તે રાતોરાત ફેમસ થઈ હતી. પરંતુ એક્ટ્રેસે દાવો કર્યો છે કે, તેની જાણ વિના આ સીન શૂટ થયો હતો. આ સાથે આ જ બુકમાં તેણે પોતાની સાથે થયેલા યૌનશોષણનો પણ દાવો કર્યો છે.
શેરોન સ્ટોને એક પોડકાસ્ટમાં વાત કરતા સમયે કહ્યું કે, મે દતક લીધેલા દીકરાની કસ્ટડી માટે અદાલતમાં મારી સામે મારી જ ફિલ્મના ન્યૂડ સીનનો ઉપયોગ કરાયો હતો. મારા બાળકને એવું પુછવામાં આવ્યું હતું કે, શું તે જાણે છે કે તેની માતા આવી ફિલ્મો બનાવે છે? આવું એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે મે મારી ફિલ્મમાં એક ન્યૂડ સીન આપ્યો હતો.
હોળી રમતા તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને હાથ નાંખ્યો અને.... અભિનેત્રીનો સનસની ખુલાસો