નવી દિલ્હીઃ 20 ઓક્ટોબરે સેસન્સ કોર્ટે ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની બેલ અરજી ફગાવી. ત્યારે, 19 દિવસ બાદ NCBની કસ્ટડીમાં જેલમાં બંદ પુત્ર આર્યનને શાહરુખ ખાન મળવા પહોંચ્યા હતા. ત્યારે, જેલ જતા સમયે શાહરુખના ચહેરમાં દુખની લાગણી ઝલકાતી હતી. લગભગ 19 દિવસથી આર્યન ખાન NCBની કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે. ત્યારે, સેસન્સ કોર્ટે ગતરોજ જ આર્યનની જામીન અરજી ફગાવી હતી. જેથી શાહરુખ આજે પોતાના પુત્ર આર્યનને મળવા માટે જેલ પહોંત્યા. જ્યાં તેઓ ભાવુક દેખાયા હતા. આર્યન ખાનના એડવોક્ટે દ્વારા હાલ તો મુંબઈ હાઈકોર્ટમાં બેલ એપલીકેશન નાખી છે. જે અંગે 26 ઓક્ટોબર સુનાવણી હાથ ધરાશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવુક દ્રશ્યો સર્જાયા:
જેલમાં શાહરુખ અને તેમના લાડકા પુત્ર આર્યન વચ્ચે 15થી 20 મીનિટની મુલાકાત થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પિતા-પુત્ર એક બીજાને જોતા જ ક્ષણભરમાં ભાવુક થયા હતા. જોકે, બને વચ્ચે શું વાતચીત થઈ તે હજુ સામે નથી આવી. તમને જણાવી દઈએ કે, કોરોનાના કારણે જેલમાં કેદીઓ પોતાના પરિવારજનોને નહોતા મળી શકતા. જ્યારે, આ નિયમમાં ગતરોજ જ બદલાવ કરવામાં આવ્યો હતો. તેવામાં, આજે શાહરુખ પોતાના દિકરાને મળવા માટે પહોંચ્યા હતા. પુત્રને મળીને બહાર આવતાની સાથે જ શાહરૂખ લોકોને હાથ જોડી રહ્યો હતો.      

શાહરુખે લોકો સામે હાથ જોડ્યા:
આર્યનની ડ્રગ્સ કેસમાં સંડોવણી બહાર આવ્યા બાદ શાહરુખ કેમેરાથી દૂર થયા હતા. આ કેસમાં શાહરુખ આજે પહેલીવાર કેમેરા સમક્ષ જોવા મળ્યા છે. જ્યારે, શાહરુખ પોતાના લાડકવાયા આર્યનને મળવા પહોંચ્યા. ત્યારે, તેઓ કેમેરાથી ઘેરાયા હતા. પુત્ર સાથે 15-20 મીનિટની મુલાકાત બાદ શાહરુખ જેલની બહાર આવ્યા. ત્યારે, જેલની બહાર થોડી લોકો અને મહિલાઓ બેઠી હતી. જેમની સામું જોઈ શાહરુખ ખાને હાથ જોડ્યા હતા.

 





શાહરુખ ખાન પાસેથી માગવામાં આવ્યા દસ્તાવેજો:
શાહરુખ ખાનની જેલમાં એન્ટ્રી એવી જ રીતે થઈ, જેવી રીતે કોઈ સામાન્ય કેદીને મળવા આવેલા પરિજનોની થતી હોય. કોઈ સામાન્ય આરોપીના પરિજનની જેમ શાહરુખને પણ નોર્મલ ટ્રીટમેન્ટ અપાઈ અને કોઈ વિશેષ ટ્રીટમેન્ટ આપવામાં ના આવી. આર્યનને મળવાથી પહેલાં શાહરુખ પાસેથી આધાર કાર્ડ અને બીજા અન્ય દસ્તાવેજ માગવામાં આવ્યા હતા.