નવી દિલ્હી: બોલીવુડના દિવંગત અભિનેતા શશિ કપૂર (Shashi Kapoor) આજે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમના ફેન્સના હ્રદયમાં તેઓ હંમેશા જીવિત રહેશે. શશિ કપૂરનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 18 માર્ચ 1938ના રોજ કોલકાતામાં થયો હતો. ફિલ્મી પરિવારમાંથી હોવાના કારણે તેઓ ફિલ્મો અને અભિનય તરફ ઢળેલા હતા. શશિ કપૂરે અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. જેના કારણે ઘણીવાર સન્માન પણ મળ્યું. શશિ કપૂરના નામના ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શશિ કપૂરનું અસલ નામ હતું બલબીર રાજ
શશિ કપૂર (Shashi Kapoor) નું જે નામ આજે દુનિયામાં છવાયેલું હતું તે હકીકતમાં તેમનું સાચું નામ નથી. તેમનું અસલ નામ બલબીર રાજ હતું. જો કે તેમના માતા રામસરની કપૂરને આ નામ જરાય ગમતું નહતું. તેઓ ખુબ જ ચિડાઈ જતા આ નામથી. તેઓ હંમેશા લાડકા પુત્રને શશિ નામથી જ બોલાવતા હતા. 


આ કારણે રખાયું હતું બલબીર રાજ નામ
કહેવાય છે કે આ નામ તેમના પરિવારની પરંપરા જોઈને રાખવામાં આવ્યું હતું. જેમાં નામ સાથે રાજ લગાવવાનું હતું. આ ઉપરાંત એવું  પણ કહેવાય છે કે આ નામ પંડિત દ્વારા કરાયેલી પૂજા સમયે કઢાયું હતું અને પરિવારે જ નામ રાખ્યું હતું. તેમની માતાએ જ્યારથી તેમને શશિ તરીકે બોલાવવાનું શરૂ કર્યું તો બધા પછી આ જ નામથી બોલાવવા લાગ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube