નવી દિલ્હી : ભારતમાં હવે કોરોના વાયરસ (Coronavirus)ના ભોગ બનેલા લોકોનો સત્તાવાર આંકડો 11,439 સુધી પહોંચી ગયો છે. આ કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં લોકડાઉનની સમસયસીમા 3 મે સુધી વધારી દેવામાં આવી છે પણ એના કારણે દેશમાં ગરીબોની સમસ્યા વધી ગઈ છે. જે વ્યક્તિ રોજેરોજની કમાણી પર જીવન પસાર કરે છે તેમના માટે જીવન અઘરું બની ગયું છે. આ સમયમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમારે પીએમ ફંડમાં 25 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપતા તેની બહુ પ્રશંસા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષયની આ જાહેરાત પછી બોલિવૂડના અન્ય દિગ્ગજ સ્ટાર મદદ માટે આગળ આવ્યા હતા. વે તો સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ મદદ માટે આગળ આવ્યા છે. જોકે બોલિવૂડ સ્ટાર શત્રુઘ્ન સિંહાને દાનની રકમની જાહેરમાં ચર્ચા કરવાની વાત ખાસ પસંદ નથી પડી. હાલમાં વેબસાઇટ Bollywoodlife.comને આપેલા ઇન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું છે કે દાનનું એલાન કરવાનું કામ 'વલ્ગર' છે. 


શત્રુઘ્ને નિવેદન આપ્યું છે કે દુનિયાાં કોઈ પણ જગ્યાએ દાન કરીને એ વાતની જાહેરાત નથી કરવામાં આવતી. દાન અને સંકલ્પ બહુ અંગત વસ્તુઓ છે. હવે તો શો બિઝનેસ જાણે શો ઓફ બિઝનેસ બની ગયો હોય એમ લાગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube