નવી દિલ્હીઃ બિગ બોસ ફેમ શહનાઝ ગિલ એકવાર ફરી ચર્ચામાં છે. હકીકતમાં શહનાઝ ગિલના જીવનમાં કોઈ સ્પેશિયલ વ્યક્તિ આવી ચુક્યો છે. શહનાઝના ફેન્સ માટે આ સમાચાર ખુશખબર સમાન છે. સિદ્ધાર્થના ગયા બાદ શહનાઝ ગિલ એકલી પડી ગઈ હતી. તેવામાં તેના જીવનમાં આ નવા પ્રેમના સમાચાર ફેન્સ માટે ખુશીની વાત છે. બધા જાણે છે કે શહનાઝ ગિલને બિગ બોસ 13માં દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે પ્રેમ થઈ ગયો હતો. રિપોર્ટ પ્રમાણે બંને લગ્ન કરવાના હતા, પરંતુ સિદ્ધાર્થ શુક્લાનું અચાનક નિધન થઈ ગયું હતું. હવે સમાચાર આવી રહ્યાં છે કે અભિનેત્રીને ફરી પ્રેમ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઘવ જુયાલને કરી રહી છે ડેટ
મીડિયા રિપોર્ટ પ્રમાણે શહનાઝ ગિલ આ દિવસોમાં જાણીતા કોરિયોગ્રાફર રાઘવ જુયાલને ડેટ કરી રહી છે. હવે બંને મિત્રથી વધુ નજીક આવી ચુક્યા છે. રિપોર્ટ અનુસાર બંને એકબીજાને ખુબ પસંદ કરવા લાગ્યા છે. જાણવા મળ્યું કે શહનાઝ અને રાઘવ એક સાથે ઋષિકેશ ફરવા પણ ગયા હતા. તેના ઋષિકેશના સમાચાર કેટલા સાચા છે તે વિશે સત્તાવાર કોઈ જાણકારી સામે આવી નથી. 


આ પણ વાંચો- Raju Srivastav Health Update: ખુબ નાજુક છે રાજૂ શ્રીવાસ્તવની હાલત, પરિવારે લીધો મોટો નિર્ણય


સલમાન ખાનની ફિલ્મના સેટ પર મળ્યા
મીડિયા રિપોર્ટ અનુસાર શહનાઝ ગિલ અને રાઘવની પહેલી મુલાકાત સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીના સેટ પર થઈ હતી. સલમાન ખાનની ફિલ્મમાં રાઘવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સેટ પર રાઘવ અને શહનાઝ ગિલ વચ્ચે દોસ્તી થઈ અને હવે બંને પ્રેમમાં છે. 


સિદ્ધાર્થના મોત બાદ ભાંગી પડી હતી શહનાઝ
શહનાઝ ગિલ અને સિદ્ધાર્થની જોડી ખુબ પસંદ કરવામાં આવતી હતી. સિદ્ધાર્થના નિધન બાદ શહનાઝને આ દુખમાંથી બહાર નિકળવામાં ઘણો સમય લાગ્યો. આ દરમિયાન અભિનેત્રી વ્યસ્ત રહેતી હતી. સિદ્ધાર્થના ગયા બાદ શહનાઝ વર્કહોલિક બની ગઈ હતી. તે પોતાના કરિયર પર વધુ ફોકસ કરી રહી છે. જલદી અભિનેત્રી સલમાન ખાનની ફિલ્મથી પોતાનું પર્દાપણ કરવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube