નવી દિલ્લીઃ આજે અમે તમને કેટલાક એવા ટીવી સ્ટાર્સના ડાયેટ વિશે જણાવીશું, જેને ફૉલો કરીને તમે સ્લિમ એન્ડ ટ્રિમ થવાનું સપનું પુરું કરી શકો છે. પોતાને ફિટ રાખવા માટે લોકો શું શું નથી કરતા. કેટલાક લોકોને તો જીમમાં કલાકો પસીનો વહાવ્યા બાદ પણ સારી બોડી નથી મળતું. ત્યારે તમારા મનમાં પણ એ સવાલ આવતો હશે કે આ ટીવી સ્ટાર્સ આખરે કઈ રીતે પોતાને ફિટ રાખે છે. તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને કેટલાક એવા ટીવી સ્ટાર્સના ડાયેટ વિશે જણાવીશું, જેને ફૉલો કરીને તમે સ્લિમ એન્ડ ટ્રિમ થવાનું સપનું પુરું કરી શકો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહનાઝ ગિલ-
બિગ બૉસથી પોતાની અલગ ઓળખ બનાવનરા શહનાઝ ગિલ હાલમાં પોતાની ફિટનેસના કારણે ખૂબ જ ચર્ચામાં છે. બિગ બૉસમાં ગોળમટોળ જોવા મળતી શહનાઝે પોતાની જાતને તદ્દન બદલી નાખી છે. જેની પાછળ તેનું ડાયેટ અને ફિટનેસને લઈને ડેડિકેશન છે. એક ઈન્ટરવ્યૂમાં શહનાઝે કહ્યું કે, તેણે પોતાના ડાયેટમાં ઘણો ફેરફાર કર્યો છે. તેણે નોનવેજ, ચોકલેટ અને આઈસક્રીમ ખાવાનું બંધ કરી દીધું છે. તેણે ફિટનેસ માટે હળવો અને શાકાહારી ખોરાક લેવાનું શરૂ કર્યું છે. છ મહિનામાં આ રીતે તેણે 12 કિલો વજન ઓછું કર્યું હતું.


હિના ખાન-
ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાની ફિટનેસના કારણે ખૂબ જ ચર્ચામાં છે. તેની ફિટનેસનું કારણે સારી કસરત છે. એક્ટ્રેસ પોતાના દિવસની શરૂઆત હુંફાળા લીંબુ પાણીથી કરે છે. જે બાદ તે ઓછા કાર્બ અને પ્રોટીન યુક્ત ખોરાક લે છે. તેના ડાયેટમાં ખૂબ જ ફળો અને શાકભાજી સામેલ છે. તે થોડું થોડું ખાય છે.


કશ્મીરા શાહ-
ટીવી અભિનેત્રી કશ્મીરા શાહ બોલ્ડ ફોટો અને હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેની પોસ્ટ મિનિટોમાં વાયરલ થઈ જાય છે. કશ્મીરા એક ફિટનેસ ફ્રીક મહિલા છે. જે પોતાના શરીરનું ધ્યાન રાખે છે. કોરોનાના સમયમાં લોકડાઉનના દરમિયાન તેણે પોતાનું ઘણું વજન ઓછું કર્યું હતું. એટલું જ નહીં તે પોતાના પતિની પણ વજન ઘટાડવામાં મદદ કરી રહી છે. કશ્મીરાએ કહ્યું કે, પહેલા તે બહારથી મળતા ડાયેટ ફૂડ પર નિર્ભર હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે પોતે બનાવેલું ભોજન લઈ રહી છે.


ભારતી સિંહ-
દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહને બાળપણમાં તેની સ્થૂળતાના કારણે ખૂબ જ ચીડવવામાં આવી હતી. મોટી થઈને પણ આ સિલસિલો ચાલુ રહ્યો. જો કે, ભારતીએ ક્યારેક આ વાતો પર ધ્યાન નથી આપ્યો. પરંતુ પોપ્યુલર થયા બાદ ભારતી પોતાના પર ખૂબ જ ધ્યાન આપી રહી છે. તે 16 કલાક કાંઈ જ નથી ખાતી. ભારતી પોતાનું પહેલું મીલ બપોરે 12 વાગ્યે લે છે અને છેલ્લે સાંજે સાત વાગ્યે ડિનર કરે છે. 12 થી સાત વચ્ચે તે પોતાનું મનપસંદ ખાવાનું લે છે..સાંજે સાત વાગ્યા બાદ તે કાંઈ જ નથી લેતી. આ રીતે તેણે 16 કિલો વજન ઓછું કર્યું.