Sidharth Shukla ના નિધનના 5 સપ્તાહ બાદ Shehnaaz Gill એ શરૂ કર્યું કામ, Video થયો વાયરલ

ગત 2 સપ્ટેમ્બર 2021ના રોજ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. સિદ્ધાર્થ શુક્લાના નિધને દરેક જણને હચમચાવી નાખ્યા હતા. પરંતુ સૌથી ખરાબ હાલત શેહનાઝ ગિલની થઈ હતી.
ગત 2 સપ્ટેમ્બર 2021ના રોજ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. સિદ્ધાર્થ શુક્લાના નિધને દરેક જણને હચમચાવી નાખ્યા હતા. પરંતુ સૌથી ખરાબ હાલત શેહનાઝ ગિલની થઈ હતી. શેહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની મુલાકાત બિગ બોસ 13 દરમિયાન થઈ હતી. સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ દરેક જણ શેહનાઝ ગિલ વિશે જાણવા માંગતા હતા. 15 ઓક્ટોબર 2021ના રોજ શેહનાઝ ગિલની પહેલી ફિલ્મ 'હૌસલા રખ' રિલીઝ થવાની છે.
આ ફિલ્મમાં શેહનાઝ ગિલ અભિનેતા અને સિંગર દિલજીત દોસાંજ સાથે જોવા મળશે. આ ફિલ્મનું એક પ્રમેશનલ ગીત શૂટ થવાનું હતું જેમાં શેહનાઝ પણ જોવા મળશે. આ ખબર આગની જેમ ફેલાયા હતા કે 7 ઓક્ટોબરના રોજ શેહનાઝ કામ પર પાછી ફરશે. હવે તેની ફિલ્મના સેટનો એક નવો વીડિયો સામે આવ્યો છે.
સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલ વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ હતું. સિદ્ધાર્થની અચાનક વિદાય બાદ શેહનાઝની હાલત ખુબ ખરાબ થઈ ગઈ હતી. તેના ચાહકો પણ ચિંતાતૂર થઈ ગયા હતા. હવે આ વીડિયો જોઈને તેમને હાશકારો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube