નવી દિલ્હી : ટેલિવિઝનની દુનિયાના સૌથી વિવાદાસ્પદ શો 'બિગ બોસ 13 (Bigg Boss 13)'નું ફિનાલે બહુ નજીક છે. સોશિયલ મીડિયાથી માંડીને બોલિવૂડ સુધી આ મુદ્દાની ચર્ચા ચાલી રહી છે. બિગ બોસ વિનર (Bigg Boss Winner) વિશે બધા પોતાનો અંદાજ લગાવી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારું નામ સામે આવ્યું છે. હવે શોના હોસ્ટ સલમાન ખાન (Salman Khan)ના બોડીગાર્ડ શેરા (Shera)એ બિગ બોસ 13 (Bigg Boss 13)ના વિનર વિશે મોટી જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OMG! અરિજિત સિંહે એક-બે નહીં પણ ખરીદી લીધા એકસાથે 4 ફ્લેટ, કિંમત જાણીને ફાટી જશે આંખો


આ વિકેન્ડના વાર (Weekend Ka Vaar)માં સલમાન ખાને એવા સંજોગો ઉભા કરી દીધા કે તેના 25 વર્ષ જુના બોડીગાર્ડ શેરાએ તેના ફેવરિટ બિગ બોસ વિનરનું નામ જાહેર કરી દીધું છે. સોશિયલ મીડિયા યુઝર્સની જેમ જ સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) જ શેરાનો ફેવરિટ સ્પર્ધક છે. શેરાએ બિગ બોસના વિનર વિશે નિવેદન આપ્યું છે કે મારા મત પ્રમાણે સિદ્ધાર્થ શુક્લાને હરાવવાનું મુશ્કેલ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...