નવી દિલ્હી:  રાજ કુન્દ્રા હાલ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નીચલી કોર્ટે 28 જુલાઈના રોજ રાજ કુન્દ્રાની જામીન અરજી ફગાવી હતી. હવે પોર્નોગ્રાફી કેસ મામલે અનેક અભિનેત્રીઓ રાજ કુન્દ્રાની એપ હોટશોટ્સ વિરુદ્ધ  ખુલીને સામે આવી છે. આ કેસમાં રાજ કુન્દ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવવાનો અને પ્રકાશિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શર્લિન ચોપડાએ પણ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે જ દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાએ તેને સેક્સ્યુઅલી અસોલ્ટ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રા પર લગાવ્યા આરોપ
ઈટાઈમ્સમાં છપાયેલા ખબર મુજબ પોર્નોગ્રાફી કેસમાં પોતાનું નિવેદન નોંધાવી ચૂકેલી શર્લિન ચોપડા(Sherlyn Chopra) મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સામે હાજર થઈ હતી. તેણે એપ્રિલ 2021માં રાજ કુન્દ્રા વિરુદ્ધ શારીરિક ઉત્પીડનની એફઆઈઆર નોંધાવી હતી. તેના પર ઈન્ડિયન પીનલ કોડની અનેક કલમો હેઠળ મામલો નોંધાયો હતો. અભિનેત્રીએ રાજ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. 


શર્લિન ચોપડાને કિસ કરવા લાગ્યો હતો રાજ
શર્લિન ચોપડાએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે ના પાડી છતાં રાજ કુન્દ્રા તેને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યો હતો. આ સાથે જ શર્લિને દાવો કર્યો કે તે એક પરણિત પુરુષ સાથે આ પ્રકારના સંબંધ ઈચ્છતી નહતી. આ વાત પર રાજે શર્લિનને કહ્યું કે તેના પત્ની શિલ્પા શેટ્ટી સાથે સંબંધ ઠીક નથી એટલે કે સંબંધમાં ખટાશ આવી ગઈ છે. શર્લિનનું કહેવું છે કે રાજે તેને જણાવ્યું કે શિલ્પા સાથેના સંબંધમાં આવેલી કડવાહટના કારણે રાજનું કહેવું હતું કે તે વધુ સમય તણાવમાં રહેતો હતો. 


Taarak Mehta Ka Ooltah Chashmah ના 13 વર્ષ: ખુબ પ્રસિદ્ધિ મળ્યા પછી આ કલાકારોએ છોડી દીધો શો, હવે શું કરે છે તે ખાસ જાણો


શર્લિન ચોપડાએ જેમ તેમ કરીને પોતાની લાજ બચાવી
શર્લિન ચોપડાએ વિસ્તારમાં કહ્યું કે તેણે રાજ કુન્દ્રાને અટકવા માટે કહ્યું કારણ કે તે ડરી ગઈ હતી. થોડીવારમાં તે ન હટ્યો તો શર્લિન તેને જેમ તેમ કરીને ધક્કો મારી વોશરૂમમાં જતી રહી. અત્રે જણાવવાનું કે 19 જુલાઈના રોજ રાજની ધરપકડ બાદ મુંબઈ પોલીસે રાજના ઘરે પણ દરોડા માર્યા હતા અને થોડા દિવસ પહેલા પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પૂછપરછ પણ કરી હતી. 


30 લાખમાં શર્લિન ચોપડા કરતી હતી કામ
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર સાઈબર સેલે શર્લિન ચોપડા અને પૂનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલા જ નોંધી લીધુ હતું. રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષની ફેબ્રુઆરીમાં કેસ નોંધાયો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરી. પોલીસના જણાવ્યાં મુજબ શર્લિન ચોપડાનું કહેવું છે કે તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુન્દ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપડાને 30 લાખ રૂપિયાનું પેમેન્ટ મળતું હતું. શર્લિનના જણવ્યાં મુજબ તેણે આ પ્રકારના 15થી 20 પ્રોજેક્ટ કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube