નવી દિલ્હી: શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) મુશ્કેલીઓમાં વધારો થયો છે કારણ કે ઉત્તર પ્રદેશમાં એક કથિત છેતરપિંડી કેસમાં (Fraud Case) શિલ્પા શેટ્ટી અને તની માતા સુનંદા શેટ્ટીનું (Sunanda Shetty) નામ સામે આવ્યું છે. એક વેલનેસ સેન્ટરના નામ પર કથિત છેતરપિંડીના (Fraud) કેસમાં શિલ્પા અને તેની માતે સુનંદાની પૂછપરછ કરવા માટે લખનઉ પોલીસની (Lucknow Police) એક ટીમ મુંબઇની મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. લખનઉના હઝરતગંજ અને વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં બે એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસે આ બંને મામલે તપાસ તેજ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શિલ્પા શેટ્ટી આયોસિસ વેલનેસ નામની ફિટનેસ ચેન ચલાવે છે. આ કંપનીના ચેરમેન શિલ્પા શેટ્ટી છે, જ્યારે તેની માતા સુનંદા ડિરેક્ટર છે. આરોપ છે કે શિલ્પા શેટ્ટી અને તેની માતાએ વેલનેસ સેન્ટરની શાખા ખોલવાના નામે બે લોકો પાસેથી કરોડો રૂપિયા લીધા હતા, પરંતુ વચન પુરૂ કરવામાં આવ્યું નહીં.


આ પણ વાંચો:- જીજૂ જેલ ભેગા થતાં જ Bigg Boss ના ઘરે પહોંચી સાળી! શમિતાનો વીડિયો જોઈ ચોંકી ગઈ શિલ્પા


આ મામલે ઓમેક્સે હાઇટ્સમાં રહેતી જ્યોત્સના ચૌહાણે વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં અને રોહિત વીર સિંહએ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં પર કથિત છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. હઝરતગંજ પોલીસ અને વિભૂતિ ખંડ પોલીસે શિલ્પા શેટ્ટી અને તેની માતાને પૂછપરછ માટે નોટિસ મોકલી છે.


આ પણ વાંચો:- 'રામ તેરી ગંગા મેલી'માં મંદાકિનીએ પાતળી સાડીમાં ભીંજાયેલું શરીર બતાવતા તો બતાવી દીધું, પછી શું થયું જાણો


ડીસીપી (પૂર્વ) સંજીવ સુમને જણાવ્યું હતું કે, તપાસ અધિકારી સોમવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પૂછપરછ કરવા માટે મુંબઈ રવાના થશે. આ મામલે તમામ મુદ્દાઓની તપાસ કરશે. સંજીવ સુમને કહ્યું કે આ કેસ હાઈપ્રોફાઈલ છે અને તેથી પોલીસ તમામ મુદ્દાઓની નજીકથી તપાસ કરી રહી છે.
ઇનપુટ- આઇએએનએસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube