નવી દિલ્હી : શિલ્પા શેટ્ટી અને અક્ષયકુમાર વચ્ચે એક તબક્કે ગાઢ પ્રેમપ્રકરણ હતું. જોકે પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું અને બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા હતા. જોકે લાગે છે કે શિલ્પા હજી પણ અક્કીને ભુલી નથી શકી અને હાલમાં એ વાતનો પુરાવો મળ્યો છે. હકીકતમાં ટીવીના ડાન્સ શો સુપર ડાન્સ ચેપ્ટર 3માં લુકાછુપીના કલાકારો કાર્તિક આર્યન અને કૃતિ સેનન પહોચ્યા હતા. આ શોમાં કાર્તિકને જોઈને શિલ્પાએ એવી કમેન્ટ કરી હતી કે હું ઘણા વખતથી તને નોટિસ કરું છું અને તને જોઈને મને યુવાન અક્ષયકુમાર યાદ આવી જાય છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...