નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર એક્ટર શિવ કુમાર સુબ્રમણ્યમનું નિધન થું છે. શિવ કુમારે મીનાક્ષી સુંદરેશ્વર, નેલ પોલિસ, હિચકી, રોકી હેન્ડસમ, 2 સ્ટેટ્સ અને કમીને જેવી ઘણી હિટ ફિલ્મોમાં મહત્વનો રોલ નિભાવ્યો છે. એક્ટર શિવ કુમારના નિધનના સમાચાર ફિલ્મ નિર્દેશક હંસલ મહેતાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી આપ્યા છે. હંસલ મહેતાએ ટ્વીટ કરી શિવ કુમાર સુબ્રમણ્યમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, શિવ કુમારના અંતિમ સંસ્કાર મુંબઇના અંધેરી વેસ્ટમાં સોમવારની સવારે કરવામાં આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હંસલ મહેતાએ લખી આ વાત
હંસલ મહેતાએ તેમના ટ્વિટર એકાઉન્ટથી શિવ કુમાર સુબ્રમણ્યમના નિધન પર બે ટ્વીટ કર્યા છે. પહેલા ટ્વીટમાં તેમણે માત્ર તેમના નિધનની જાણકારી આપી છે અને ત્યારબાદ તેમણે એક પોસ્ટ શેર કરી જેમાં કેટલીક મહત્વની વાત લખી હતી. તો આવો જાણીએ હંસલ મહેતાએ શિવ કુમાર સુબ્રમણ્યમને લઇને શું લખ્યું છે. તેમણે લખ્યું- દુ:ખ સાથે તમને જણાવી રહ્યો છું કે માણસના રૂપમાં સૌથી પ્રતિષ્ઠિત અને મહાન આત્માઓમાંથી એક- આપણા પ્રિય શિવ સુબ્રમણ્યમ આપણે અલવિદા કહી ગયા છે. હંસલ મહેતાએ લખ્યું- 'તેઓ અવિશ્વસનીય રીતે ટેલેન્ટેડ હતા, તેમને વ્યક્તિગત રીતે તેમજ પ્રોફેશનલ રીતે પ્રેમ અને આદર આપવામાં આવતો હતો.'


ફ્રીમાં મેળવો આ તમામ સુવિધા, Jio ના 3 સસ્તા અને જબરદસ્ત પ્લાન; 90 GB સુધી ડેટા પણ


કેન્સરથી પીડિત હતા શિવ કુમાર
શિવ કુમાર સુબ્રમણ્યમના નિધન બાદથી બોલીવુડના તમામ સ્ટારે ટ્વીટ કરી એક્ટરના નિધન પર તેમના પરિવાર, મિત્રો અને ફોલોઅર્સ પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે શિવ કુમાર સુબ્રમણ્યમ લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા. આજે તેઓ દુનિયાને અલવિદા કહી ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube