મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ સપ્ટેમ્બર 2019માં Vividrage RhealityX Pvt Ltd નામની એક કંપની શરૂ કરી હતી. આ કંપની માટે રિયા ચક્રવર્તી અને સુશાંત વચ્ચે ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી. રિયાના કહેવા પર આ કંપનીના નામમાં પણ રિયલિટી શબ્દમાં રિયાનું નામ સામેલ કરવામાં આવ્યું. એટલું જ નહીં. રિયાએ તેના ભાઇ શોવિક ચક્રવર્તીને પણ કંપનીમાં ડાયરેક્ટર બનાવવા માટે સુશાંતને મનાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ ઝડપી, પટના સિટી SP વિનય તિવારી આપ્યું આ મોટું સ્ટેટમેન્ટ


તેના એક બે મહિના બાદ સુશાંત કથિત રીતે ડીપ ડિપ્રેશનનો શિકાર થયો અને મુંબઇના ચાર અલગ અલગ ડોક્ટરોથી સારવાર પણ કરાવી રહ્યો હતો. ત્યારે જાન્યુઆરી 2020માં જ્યારે સુશાંતની સારવાર ચાલી રહી હતી તે વચ્ચે રિયાના ભાઇ શોવિકે સુશાંતની સાથે મળી વધુ એક કંપની Front India for World Foundationની શરૂઆત કરી હતી. આ બંને કંપનીઓ નવી મુંબઇના એક નાના મકાનના એડ્રેસ પર રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. સુશાંતના મોતના થોડા દિવસ પહેલા જ રિયા ચક્રવર્તીએ શંકાસ્પદ રીતે Vividrage RhealityX Pvt Ltdમાંથી પોતાની ડાયરેક્ટરશિપ છોડી દધી.


આ પણ વાંચો:- સુશાંત મામલે FIR નોંધાયા બાદ બહેન શ્વેતા સિંહ કીર્તિનું સામે આવ્યું પ્રથમ રિએક્શન


શું સુશાંતના પિતાએ તેના બેંક એકાઉન્ટથી લગભગ 15 કરોડ રૂપિયાની જે હેરાફેરીનો આરોપ લગાવ્યો છે તે રકમ આ કંપનીઓ દ્વારા રિયા અને શોવિક સુધી પહોંચી છે. જેની તપાસ ચાલી રહી છે.


સવાલ આ પણ છે -


  • આખરે એક શંકાસ્પદ એડ્રેસ પર આ કંપનીઓ રજિસ્ટર્ડ કરવા પાછળ હેતુ શું હતો?

  • એક કંપની સુશાંતના મોતથી લગભગ 9 મહિના પહેલા જ્યારે બીજી કંપની માત્ર 5 મહિના પહેલા શરૂ કરવા પાછળ કોઇ કાવતરૂં તો નથી?

  • આખરે રિયા ચક્રવર્તીએ અચનાકથી આ કંપનીથી સંબંધ કેમ તોડ્યો જેના માટે તે ક્યારેક ઉત્સુક હતી?

  • શું આ બંને કંપનીઓનો ઉપયોગ માત્ર સુશાંતના પૈસા લેવાના હેતુથી કરવામાં આવ્યો છે?


આ તે સવાલ છે જેનો જવાબ હજુ મળવાના બાકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube