મુંબઇ: ફક્ત દક્ષિણ ભારતથી જ નહી પરંતુ કેજીએફના પહેલા અધ્યાયને દેશભરમાં શાનદાર પ્રતિક્રિયા મળ્યા બાદ પેન ઇન્ડિયા ફિલ્મ હવે બીજા ભાગના સફર માટે તૈયાર છે. પહેલા અધ્યાય સાથે ધૂમ મચાવ્યા બાદ, કેજીએફના નિર્માતાઓએ મૂહૂર્ત શોટ સાથે બીજા અધ્યાયનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મના મુખ્ય અભિનેતા કન્નડ સુપરસ્ટાર યશ અને શ્રીનિધિ શેટ્ટી સહિત કેજીએફની ટીમે એક મંદિરમાં સર્વશક્તિમાનના આર્શિવાદ લઇને કેજીએફના બીજા અધ્યાયના શુભારંભ કરી દીધો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટાપાયે બની રહેલી આ બહુપ્રતીક્ષિત ફિલ્મમાં શાનદાર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જે દર્શકોને શાનદાર વિજ્યુઅલનો અનુભવ આપશે. હિંદીની સાથે-સાથે કન્નડમાં મજબૂત અને પ્રભાવશાળી ડાયલોગ સાથે, ફિલ્મના દરેક વર્ગ સાથે-સાથે જનસમૂહનું મનોરંજ કરતાં જોવા મળશે. 



હિંદી, તમિળ, તેલૂગૂ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવેલી કન્નડ ફિલ્મ કેજીએફની સફળતાએ સાબિત કરી દીધું છે કે દર્શક ક્રોસઓવર કંટેટને સ્વિકારવા માટે ઇચ્છુક છે, અને હવે કેજીએફ અધ્યાય 2ની જાહેરાત સાથે આશાઓ બમણી વધી ગઇ છે. 



ભારતમાં 2460 સ્ક્રીન સાથે કન્નડ ફિલ્મ મોટાપાયે પર રિલીઝ કરવામાં આવી હતી, જેમાંથી 1500 હિંદી સ્ક્રીન, 400 કન્નડ સ્ક્રીન, 400 તેલુગૂ સ્ક્રીન, 100 તમિળ સ્ક્રીન, 60 મલયાલમ સ્ક્રીન સામેલ હતી. કેજીએફ ચેપ્ટર 1 રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના એક્સેલ એંટરટેનમેંટની પહેલી કન્નડ ફિલ્મ છે અને હવે પ્રોડક્શન હાઉસ કેજીએફ ચેપ્ટર 2 સાથે એક મેગા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાથે જોડાવવા માટે તૈયાર છે. આ પ્રોડક્શન હાઉસ આ પ્રકારની મેગા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાથે જોડાઇને પ્રફૂલ્લિત અનુભવે છે.