ફરી શરૂ થયું નેતાજી પર આધારિત ફિલ્મ `ગુમનામી`નું શૂટિંગ, પરિવારે કર્યો હતો વિરોધ!
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ડાયરેક્ટર શ્રીજીત મુખર્તી તેને દિગ્દર્શિત કરી રહ્યાં છે અને જાણીતા અભિનેતા પ્રોસેનજીત ચેટર્જી ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે.
નવી દિલ્હીઃ ફિલ્મ 'ગુમનામી'નું શૂટિંગ મંગશવારે પશ્ચિમ બંગાળના આસનસોલમાં શરૂ થયું છે. આ ફિલ્મ 'ગુમનામી બાબા' નામના એક રહસ્યમયી વ્યક્તિ પર આધારિત છે. જેના વિસે કેટલાક લોકોની એ પણ ધારણા છે કે આ મહાન સ્વસંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોસ હતા.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ડાયરેક્ટર શ્રીજીત મુખર્તી તેનું દિગ્દર્શન કરી રહ્યાં છે અને જાણીતા અભિનેતા પ્રોસેનજીત ચેટર્જી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. મુખર્જીએ ટ્વીટ કર્યું, 'આજે અમે ફિલ્મના શૂટિંગની શરૂઆત કરી, મહાકાલ અમને આશીર્વાદ આપે.'
આ પહેલા શ્રીજીતે કહ્યું હતું કે બોલીવુડ ગાયકમાંથી રાજનેતા બનેલા બાબુલ સુપ્રિયો 'ગુમનામી'માં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
વાંચો બોલીવુડના અન્ય સમાચાર