`પીએમ નરેન્દ્ર મોદી`નું શૂટિંગ શરૂ, અમદાવાદ પહોંચી ફિલ્મની ટીમ
બાયોપિકમાં મોદીજીની પ્રધાનમંત્રી સુધી પહોંચવાની યાત્રાને દર્શાવવામાં આવશે
નવી દિલ્હી : અભિનેતા વિવેક આનંદ ઓબેરોયે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ બાયોપિકના સેટ પરની એક તસવીર જાહેર કરવામાં આવી છે જેમાં નિર્માતા સંદીપ સિંહ, નિર્દેશક ઉમંગ કુમાર બી. અને વિવેક સેટ પર ક્લેપરબોર્ડ સાથે દેખાય છે.
આ ફિલ્મમાં વિવેક વડાપ્રધાનના રોલમાં છે અને બમન ઇરાની તેમજ દર્શન કુમાર મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. આ બાયોપિકમાં નરેન્દ્ર મોદીની ચા વેચવાથી માંડીને વડાપ્રધાન બનવા સુધીની યાત્રા દર્શાવવામાં આવી છે.
BOX OFFICE પર છવાયેલો રહ્યો કંગનાનો જાદુ, ત્રણ દિવસમાં 'મણિકર્ણિકા'એ કરી છપ્પરફાડ કમાણી
'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર આ મહિનાની શરૂઆતમાં 23 ભાષામાં લોન્ચ થયું છે. આ ફિલ્મની ટેગલાઇન છે 'देश भक्ति ही मेरी शक्ति है'. આ ફિલ્મનું શૂટિંગ મોટાપાયે ગુજરાત અને દેશની બીજી જગ્યાએ કરવામાં આવશે. ફિલ્મનું સહ નિર્માણ સુરેશ ઓબેરોય કરી રહ્યો છે.