નવી દિલ્હી: મધુર અવાજની મલિકા શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) આજે એટલે કે 12 માર્ચના તેમનો જન્મદિવસ ઉજવે છે. શ્રેયાની બોલીવૂડના સફળ સિંગર્સમાંથી એક માનવામાં આવે છે. તેણે તેના સિંગિંગ કરિયરમાં ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. જન્મદિવસ નિમિત્તે અમે તમને શ્રેયા ઘોષલથી સંબંધિત કેટલીક વિશેષ બાબતોનો પરિચય આપીશું.


  • શ્રેયા ઘોષાલનો (Shreya Ghoshal) જન્મ 12 માર્ચ 1984 ના પશ્ચિમ બંગાળમાં બેહરામપુરના મુર્શિદાબાદમાં થયો હતો.

  • બાળપણથી જ તેમને સિંગિંગનો શોખ હતો, આ કારણથી જે શ્રેયા ઘોષાલે ચાર વર્ષની ઉંમરથી જ સંગીત શિક્ષા લેવાની શરૂ કરી હતી.

  • ટીવી શો 'સારેગામાપા'થી શ્રેયાને મોટી તક મળી અને આગળ તેમના માટે રસ્તો ખુલતો ગયો. આ શોને સિંગર સોનુ નિગમ હોસ્ટ કરતા હતા.

  • શ્રેયાના જીવનમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેણીએ 'સારેગામાપા'માં બીજી વખત ભાગ લીધો. આ વખતે તેના પર્ફોમન્સે ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ અને ભણસાલીએ વર્ષ 2000 માં તેમની ફિલ્મ 'દેવદાસ' માં ગીત ગાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

  • શ્રેષ્ઠ ગીત માટે શ્રેયા ઘોષાલે ઘણા એવોર્ડ પણ જીત્યા છે. તે ભારતની પ્રથમ ગાયિકા છે જેને ફક્ત 26 વર્ષની વયે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે.

  • ફિલ્મફેર એવોર્ડ વિજેતા શ્રેયાના નામ પર આજે પણ અમેરિકાના 'ઓહિયો' રાજ્યમાં 26 જૂનનો દિવસ 'શ્રેયા ઘોષાલ ડે'ના નામથી ઉજવવામાં આવે છે.

  • લતા મંગેશકરને પોતાની પ્રેરણા માનનાર શ્રેયા ઘોષાલે હિન્દી ઉપરાંત બંગાળી, તમિલ, તેલુગૂ, કન્નડ, મરાઠી અને ભોજપુરીમાં ગીતો ગાયા છે.

  • પર્નલ જીવનની વાત કરીએ તો પોતાના લગ્નને લઇને શ્રેયા ઘોષાલ ખુબજ ચર્ચામાં રહી. લાંબા સમયના અફેર બાદ શ્રેયાએ તેના બાળપણના મિત્ર શિલાદિત્ય મુખોપાદ્યાય સાથે વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા.

  • શ્રેયા ઘોષાલ જલ્દી માતા પણ બનવાની છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા દ્વારા તેની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube