ઝી બ્યૂરો, અમદાવાદઃ Shreya Ghoshalને બોલીવુડની સફળ ગાયીકામાંથી એક માનવામાં આવે છે. Shreyaએ તેની કારકિર્દી દરમિયાન કેટલાય સુપરહિટ ગીતો આપ્યા. જન્મદિવસના અવસર પર અમે તમને Shreya Ghoshal સાથે જોડાયેલી ખાસ વાતો જણાવીએ. સૌથી નાની ઉમરમાં Shreya Ghoshalને મળ્યો છે National Award, વિદેશમાં પણ સમ્માન સાથે લેવાય છે નામ. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"313444","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"shreyaphoto22"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"shreyaphoto22"}},"link_text":false,"attributes":{"title":"shreyaphoto22","class":"media-element file-default","data-delta":"1"}}]]


- Shreya Ghoshalનો જન્મ 12 માર્ચ 1984માં પશ્ચિમ બંગાળના બેહરામપુરમાં આવેલા મુર્શીદાબાદમાં થયો હતો.


- બાળપણથી જ Shreyaને ગીતો ગાવાનો શોખ હતો, આજ કારણથી Shreya 4 વર્ષની હતી ત્યારથી તેને ગીતનો અભ્યાસ કરવાની શરૂઆત કરી લીધી હતી.


- TV SHOW 'સારેગામાપા'થી Shreya Ghoshalને લોકો ઓળખતા થયા અને આ પ્લેટફોર્મથી તેની જીંદગીના તાળા ટપો ટપ ખુલવા લાગ્યા


- Shreya Ghoshalની જીંદગીમાં વધુ સફળતાના દરવાજા ત્યારે ખુલ્યા જ્યારે તેને 'સારેગામાપા'માં ફરી વખત ભાગ લીધો. આ સમયે તેમના પરફોર્મન્સથી ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભંસાલીનું ધ્યાન Shreya Ghoshal તરફ ખેંચાયું. ભંસાલીએ વર્ષ 2000માં પોતાની ફિલ્મ 'દેવદાસ'માં ગીત ગાવા માટે Shreya Ghoshalને પ્રસ્તાવ કર્યો હતો.


- મધુર ગીતો ગાવાના કારણે Shreya Ghoshalને ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તે ભારતની પહેલી એવી ગાયીકા છે કે જેને 26 વર્ષની ઉમરમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે.


- ફિલ્મફેર એવોર્ડ વિજેતા શ્રેયાના નામ પર આજે પણ અમેરિકાના 'ઓહિયો' રાજ્યમાં 26 જૂનનો દિવસ 'Shreya Ghoshal day'ના નામથી મનાવવામાં આવે છે.


- ગાયીકા લતા મંગશ્કરને પોતાના આઈડલ માનવાવાળી Shreya Ghoshal હિન્દી સિવાય બંગાળ, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ભોજપુરીમાં ગીતો ગયી ચૂકી છે.


- શ્રેયાના અંતગ જીવનની વાત કરીએ તો પોતાના લગ્નને લઈને શ્રેયા ચર્ચામાં રહી હતી. લાંબા સમયના અફેર પછી શ્રેયાએ તેના બાળપણના મિત્ર શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે વર્ષ 2015માં લગ્ન કરી લીધા હતા.


- શ્રેયા હવે માં બનવાની છે. તાજેતરમાં શ્રેયાયે તેની પ્રેગ્નેન્સીની જાણકારી સોશિયલ મીડિયામાં આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube