સેક્સ રેકેટમાં ફસાઈ હતી શાહરૂખ ખાન સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી, 1 રાતના લેતી હતી 1 લાખ રૂપિયા!
અનેક એવી અભિનેત્રીઓ છે જે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની. ક્યારેક કરિયરમાં ઊંચો મુકામ મેળવવા છતાં અભિનેત્રીને એટલી મજબૂર કરી દેવાય છે કે તેની પાસે વેશ્યાવૃત્તિ સિવાય કોઈ રસ્તો બચતો નથી.
બોલીવુડ એક કોલસાની ખાણ જેવું છે જેની અંદર ઉતરો તો ડાઘાથી બચવું મુશ્કેલ છે. અનેક એવી અભિનેત્રીઓ છે જે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની. ક્યારેક કરિયરમાં ઊંચો મુકામ મેળવવા છતાં અભિનેત્રીને એટલી મજબૂર કરી દેવાય છે કે તેની પાસે વેશ્યાવૃત્તિ સિવાય કોઈ રસ્તો બચતો નથી. આવા જ સમાચારો કઈક આ અભિનેત્રી વિશે આવ્યા હતા.
બોલીવુડ અભિનેત્રીની કહાની
અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે છે બોલીવુડ અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદની. શ્વેતાનો જન્મ 11 જાન્યુઆરી 1990ના રોજ જમશેદપુરમાં થયો હતો. બાળપણમાં જ પરિવાર સાથે મુંબઈ આવી ગઈ હતી. અભિનયમાં રસ હોવાના કારણે ફિલ્મોમાં ભાગ્ય અજમાવ્યું. બાળ કલાકાર તરીકે તક મળી. શ્વેતાએ શાહરૂખ ખાનની ફિલ્મ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાનીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ મકડી ફિલ્મમાં પણ કામ કર્યું જેના માટે તેને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો. ત્યારબાદ તો તેનું ભાગ્ય ચમકી ગયું અને પછી શબાના આઝમી, નસીરુદ્દીન શાહ અને શ્રેયસ તલપડે જેવા ટોપ એક્ટર્સ સાથે કામ કરવા મળ્યું.
વેશ્યાવૃત્તિનો આરોપ
ફિલ્મોમાં હીટ જવાના કારણે શ્વેતાને અનેક ટીવી સિરિયલોની પણ ઓફર આવવા લાગી હતી. આવામાં તેણે કહાની ઘર ઘર કી, કરિશ્મા કા કરિશ્મા જેવા શો કર્યા અને ત્યારબાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા. જો કે તે પોતાની પર્સનલ લાઈફના કારણે પણ ખુબ ચર્ચામાં રહી. વર્ષ 2014માં શ્વેતા હૈદરાબાદની એક હોટલમાંથી રંગે હાથ પકડાઈ હતી. તેના પર વેશ્યાવૃત્તિનો આરોપ લાગ્યો હતો. રિપોર્ટ્સ મુજબ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્વેતાની ડીલ કરાવતો હતો. એવું પણ કહેવાય છે કે શ્વેતા પ્રોસ્ટીટ્યૂશન માટે 1 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરતી હતી. જેમાંથી તે 15 હજાર રૂપિયા દલાલી પેટે આપતી હતી.
આ મામલા બાદ શ્વેતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે આ બધુ પૈસાની કમીના કારણે કરતી હતી. શ્વેતાએ એમ પણ કહ્યું હતું કે તે પહેલી અભિનેત્રી નથી જે આ બધુ કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પૈસાની કમીના કારણે અનેક લોકો આવું કરે છે. ત્યારબાદ તેણે 2 મહિના સુધી રેસ્ક્યૂ હોમમાં રહેવું પડ્યું હતું. જો કે બાદમાં અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુની મદદથી આ બધી વાતો અફવા પણ ગણાવી હતી. બાદમાં શ્વેતાને હૈદરાબાદ સેશન કોર્ટમાંથી છોડી મૂકાઈ હતી પરંતુ સેક્સ રેકેટમાં નામ આવ્યાં બાદ તેની ફિલ્મી કરિયર બરબાદ થઈ ગઈ હતી.
શું કહ્યું હતું શ્વેતાએ?
શ્વેતા બસુએ જણાવ્યું હતું કે તે પોલીસ અટકાયતમાં હતી અને જ્યારે તે બહાર આવી તો આ પ્રકારના સમાચારો તેના નામ પર ચારેબાજુ ફેલાવવામાં આવ્યા. એવું પણ કહ્યું કે તે દરમિયાન તે માતા અને ભાઈ કોઈની પણ સાથે વાત કરી શકતી નહતી તો પછી મે આવું નિવેદન કેવી રીતે આપ્યું? હું હંમેશાથી આ ઈન્ડસ્ટ્રીની આભારી રહી છું. હું ફરીથી કામ પર પાછી ફરી છું અને મને આ પ્રકારના સમાચારોથી કોઈ ફરક પડતો નથી.
હોટલમાં કેવી રીતે પકડાઈ તે વાત પર જ્યારે શ્વેતાને પૂછવામાં આવ્યું હતું તો તેણે કહ્યું કે તે હૈદરાબાદ કોઈ એવોર્ડ શો માટે ગઈ હતી. કિસ્મત કહો કે કઈ બીજુ પણ મારી ફ્લાઈટ મિસ થઈ ગઈ. કોઈ હોટલમાં રોકાવવાની વ્યવસ્થા એવોર્ડ શોના આયોજકોએ જ કરી હતી. પોલીસ ખબર નહીં ત્યાં કેવી રીતે આવી ગઈ અને મારી ધરપકડ કરી લીધી. પાછળથી ખબર પડી કે એજન્ટની પણ ધરપકડ થઈ.
તૂટ્યા લગ્ન
ત્યારબાદ શ્વેતાએ 2017માં વરુણ ધવનની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનીયાથી કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં તે વરુણ ધવનની ભાભી તરીકે જોવા મળી હતી. ત્યારબાદ તેણે કેટલીક ફિલ્મો કરી અને પછી લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ડાયરેક્ટર રોહિત મિત્તલ સાથે 2018માં લગ્ન કરી લીધા. બંનેની પહેલી મુલાકાત ફેન્ટમ ફિલ્મ્સ દરમિયાન થઈ હતી. લગ્ન પહેલા તેઓ 4 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. જો કે તેમના આ લગ્ન એક જ વર્ષમાં તૂટી ગયા. આ સમાચાર સાંભળ્યા બાદ તેમના ફેન્સ ખુબ આઘાતમાં હતા.