નવી દિલ્હી: જાણીતા અભિનેતા અને બિગ બોસ સિઝન-13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં સિદ્ધાર્થ શુકલાનું સારવાર દરમિયાન અવસાન થયું છે. 40 વર્ષની વયે નાની વયે સિદ્ધાર્થ શુકલાના અવસાનથી હાલ તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃત્યુ પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કરેલી Last Insagram Post જોશો તો હચમચી જશો!

ફિલ્મ અને ટીવીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લાની ઘણી ફેન ફોલોઈંગ હતી. આ દિવસોમાં તે તેની કારકિર્દીની ટોચ પર હતો. સિદ્ધાર્થે જાણી ફિલ્મો, ઘણી ટીવી સિરીયલ્સમાં કામ કર્યું હતું. બિગ બોસ-13ના વિનર રહ્યાં હતા સિદ્ધાર્થ શુક્લા. સિદ્ધાર્થ શુક્લાએ અનેક ફિલ્મો અને ટીવી સિરીયલોમાં કામ કરીને ખુબ લોકચાહના મેળવી હતી. બાલિકા વધૂ સિરીયલમાં શિવના પાત્રથી લોકપ્રિય બનેલા સિદ્ધાર્થ શુક્લાએ ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તે 'ખતરોં કે ખિલાડી' અને 'ઝલક દિખલાજા' જેવા શોના સિદ્ધાર્થ વિજેતા પણ હતા.

Sidharth Shukla તેની માતાની ખૂબ નજીક હતો, એક્ટરના નિધનથી પરિવારમાં શોકનો માહોલ

સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર્સ તેને બચાવી ન શક્યા.. સિદ્ધાર્થે બુધવારે રાત્રે કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યારબાદ તે ઉઠ્યો નહીં. હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે.સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. તેણે 'બિગ બોસ 13'ની સિઝન જીતી હતી. આ ઉપરાંત તેણે 'ખતરો કે ખિલાડી 7' શો જીત્યો હતો. સીરિયલ 'બાલિકા વધૂ'ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો.બોલીવુડ આજે શોકમગ્ન છે...અને માત્ર 40વર્ષની વયે સિદ્ધાર્થનુંમોત સૌ કોઇને હચમચાવી ગયું છે..