Sidharth Malhotra-Kiara Advani Marriage: આજે કિયારા બનશે સિદ્ધાર્થની `સાથી`, જાણો કેવી છે લગ્નની તૈયારી
Sidharth Malhotra-Kiara Advani Marriage: સિદ્ધાર્થ અને કિયારા તેના લગ્ન જીવનની શરૂઆત તેમના નજીકના લોકોની હાજરીમાં કરવા માગે છે. બંનેના પરિવાર ઉપરાંત લગ્નમાં બોલિવૂડની જાણિતી હસ્તીઓ પણ સામેલ થશે. સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર અને મીરા રાજપૂત ખાસ મહેમાન બનશે.
Sidharth Malhotra-Kiara Advani Marriage: બી ટાઉનનું વધુ એક હોટ કપલ આજે ફરશે સપ્તપદીના સાતફેરા. લાંબા સમયથી ફેન્સ પણ કિયારા અને સિદ્ધાર્થના મેરેજની રાહ જોઈ રહ્યાં હતાં. જોકે, બીજા કપલ્સની જેમ આ કપલે ક્યારેય જાહેરમાં બહુ હો-હાં કરી નથી. ખુબ સાઈલેન્ટ રીતે આ કપલની લવસ્ટોરી આગળ વધી. થોડા સમય અગાઉ કપિલ શર્મા શો માં અક્ષય કુમારે આખી વાતને એક કોમેન્ટ કરીને જાહેર કરી દીધી હતી. ત્યારે કેવી છે કિયારા અને સિદ્ધાર્થના લગ્નની તૈયારીઓ એ પણ જોઈએ. બોલિવૂડના ક્યૂટ કપલ સિદ્ધાર્થ અને કિયારા આજે લગ્નના બંધનમાં બંધાશે. આ માટે જેસલમેરનો સૂર્યગઢ પેલેસ રજવાડી અંદાજમાં શણગારવામાં આવ્યો છે. દરેક સેલેબ્સ અને ફેન્સ આતુરતાથી બંનેના લગ્નની વિધિની રાહ જોઈ રહ્યા છે. સિદ્ધાર્થ અને કિયારા રજવાડી અંદાજમાં જ સાત ફેરા લેશે.
કિયારા-સિદ્ધાર્થના લગ્ન રજવાડી હશે-
7 ફેબ્રુઆરી સિદ્ધાર્થ અને કિયારેની જિંદગીનો સૌથી બેસ્ટ દિવસ છે. બંને આજે લગ્નના બંધનમાં જોડાશે. બંનેના લગ્ન માટે પરિવારે ઘણી તૈયારીઓ કરી છે. આ લગ્નને ખાસ બનાવવા માટે બંનેના ફ્રેન્ડ્સે અનેક બાબતોનું ધ્યાન રાખ્યું છે. સિદ્ધાર્થ અને કિયારા લગ્ન પહેલાં ગત 6 ફેબ્રુઆરીએ મહેંદી અને સંગીત સેરેમની થઈ હતી. સંગીત નાઇટ માટે સૂર્યગઢ પેલેસને ગુલાબી રંગમાં શણગારવામાં આવ્યો હતો. ગુલાબી રંગમાં સૂર્યગઢ પેલેસના ફોટો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયા હતાં.
સિદ્ધાર્થ અને કિયારા તેના લગ્ન જીવનની શરૂઆત તેમના નજીકના લોકોની હાજરીમાં કરવા માગે છે. બંનેના પરિવાર ઉપરાંત લગ્નમાં બોલિવૂડની જાણિતી હસ્તીઓ પણ સામેલ થશે. સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર અને મીરા રાજપૂત ખાસ મહેમાન બનશે. રિપોર્ટ્સ મુજબ, કપલના લગ્નમાં અંબાણી પરિવાર પણ હાજર રહેશે અને બંનેને આશીર્વાદ આપશે.
લવિંગ કપલ કિયારા અને સિદ્ધાર્થના લગ્ન પહેલાં આજે તેમની હલદી સેરેમની છે. કિયારા અને સિદ્ધાર્થ સવારે એકબીજાના નામની હલ્દી લગાવશે. આ બંને માટે તેમની જિંદગીની સૌથી સુંદર ક્ષણમાંથી હશે. હલ્દીની રસમ પછી સિદ્ધાર્થ અને કિયારા જૈસલમેરના સૂર્યગઢ પેલેસના બાવડીમાં રજવાડી અંદાજમાં સાત ફેરા લઈને એકબીજાના હમસફર બની જશે. લગ્ન પછી આજે બંને રિસેપ્શન પણ આપશે. કિયારાને સિદ્ધાર્થની દુલ્હન તરીકે જોવા માટે ફેન્સ ખૂબ જ આતૂરતાથી રાહ જુએ છે.