નવી દિલ્હીઃ Sidharth Kiara Wedding Photo: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેના લગ્નની તસવીર સામે આવી છે. ફોટોમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબી રહ્યાં છે. સિદ્ધાર્થ અને કિયારા બંનેએ પોતાના આ ખાસ દિવસ પર ક્રીમ અને પિંક કલરના રંગને પસંદ કર્યો. સિદ્ધાર્થ અને કિયારા બંને આ આઉટફિટમાં સુંદર લાગી રહ્યાં છે. લગ્નનો ફોટો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટો શેર કરતા બંનેને ફેન્સ શુભેચ્છા આપી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિયારા-સિદ્ધાર્થે શેર કરી તસવીરો
વેડિંગની તસવીરોને કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં બંને સૂર્યગઢ પેલેસમાં લગ્ન બાદ પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. આ ન્યૂલી વેડ કપલે લગ્નની તસવીર શેર કરી તો ફેન્સ અને સેલેબ્સ બંનેને શુભેચ્છા આપી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube