સિદ્ધાર્થ શુક્લાની ડેથ એનિવર્સરી પર સોશિયલ મીડિયામાં પૂર, હેટર્સે પણ કરી આવી કોમેન્ટ્સ
Sidharth Shukla Fans gets emotionalon his first Death Anniversary: બિગબોસ 13 વિનર સિદ્ધાર્થ શુક્લાના મોતને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ સમયે ફેન્સ સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો એકદમ પ્રેમથી સિદ્ધાર્થ શુક્લાને ટ્રિબ્યૂટ આપી રહ્યા છે.
Sidharth Shukla Fans gets emotional on his first Death Anniversary: સિદ્ધાર્થ શુક્લા ટીવીના તે સ્ટાર્સમાંથી એક છે જેની જબસદસ્ત ફેન્સ ફોલોવિંગ હતી. બિગ બોસ 13 ના ઘરમાં સિદ્ધાર્થ શુક્લા માટે ફેન્સ વચ્ચે જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. આ ફેન્સની જ જીદ હતી જે બાદ મેકર્સે સિદ્ધાર્થ શુક્લાને બિગ બોસનો વિનર બનાવ્યો હતો. આજે સિદ્ધાર્થ શુક્લાના મોતને એક વર્ષ પૂર્ણ થયું છે. ગત વર્ષે આજના દિવસે સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહ્યું હતું. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનો સ્ટારડમ જોવા લાયક હતો. ગુસ્સાવાળો સ્વભાવ હોવા છતાં પણ ફેન્સે સિદ્ધાર્થ શુક્લાને દિલ ખોલીને પ્રેમ કર્યો.
એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ સિદ્ધાર્થ શુક્લાનો સ્ટારડમ ઓછો થયો નથી. આ કારણ છે કે જે આજે ફરી એકવાર સિદ્ધાર્થ શુક્લા સોશિયલ મીડિયા પર છવાયો છે. સિદ્ધાર્થ શુક્લાના ફેન્સે સાબિત કર્યું છે કે, બિગ બોસનો આ વિનર હંમેશા તેમના દિલો પર રાજ કરશે. સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી ફેન્સ ઘણા ઇમોશનલ થયા છે.
હેટર્સ પણ કરી રહ્યા છે સિદ્ધાર્થ શુક્લાને યાદ
એક યુઝર્સે સિદ્ધાર્થ શુક્લાને યાદ કરતા લખ્યું, તમારી યાદના ફૂલો મૂર્ઝાવવા નહીં દઈએ અમે, અમે અમારી આંખો રાખી છે યાદોના ફૂલોને પાણી આપવા માટે... મિસ યુ ભાઈ... અન્ય એક યુઝરે લખ્યું- તમે પાછા આવજો... એક યુઝરે ઇમોશનલ થતા લખ્યું- મેં તમારા વિશે ઘણું ખોટું બોલ્યો છું. હું તમારી પર ગુસ્સે થતો હતો પરંતુ હવે મને ખરાબ લાગી રરહ્યું છે. જ્યારે મને તમારા મોતના સમાચાર મળ્યા તો મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. વી મિસ યુ સિદ્ધાર્થ...
જુઓ ફેન્સના કોમેન્ટ્સ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube