40 વર્ષની ઉંમરમાં દુનિયા છોડી ગયા હતા Sidharth Shukla, મોતના સમાચારથી હલી ગઇ હતી ફિલ્મ ઇંડસ્ટ્રી
Sidharth Shukla First Death Anniversary: ટેલીવિઝન એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ની આજે પહેલી ડેથ એનિવર્સરી છે. તેમનું નિધન 2 સપ્ટેમ્બર 2021 ના રોજ થયું હતું. તેમના નિધનના સમાચારથી બધાના હોશ ઉડી ગયા હતા.
Sidharth Shukla Death Anniversary: ટેલીવિઝન એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ની આજે પહેલી ડેથ એનિવર્સરી છે. તેમનું નિધન 2 સપ્ટેમ્બર 2021 ના રોજ થયું હતું. તેમના નિધનના સમાચારથી બધાના હોશ ઉડી ગયા હતા. સિદ્ધાર્થ શુક્લાએ માત્ર 40 વર્ષની ઉંમરમાં દુનિયા છોડી દીધી હતી. સિદ્ધાર્થ શુક્લાના અચાનક મોતનું કારણ હાર્ટ એટેક ગણાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર સિદ્ધાર્થ એકદમ ફિટ હતા, તે દરરોજ જીમ જતા હતા પરંતુ તેમછતાં તેમનું આટલી નાની ઉંમરમાં મોત નિપજતાં ફિલ્મ ઇંડસ્ટ્રી અને ફેન્સ હલી ગયા હતા.
મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લના પિતા અશોક શુક્લા સિવિલ એન્જિનિયર છે અને માતા રીટા શુક્લા ગૃહિણી છે. તેમના પિતા ભારતીય રિઝર્વ બેંક સાથે કામ કરી ચૂક્યા છે. તેની બે મોટી બહેનો પણ છે, જેને તેઓ ખૂબ જ પ્રેમ કરતા હતા. મૂળ સિદ્ધાર્થનો પરિવાર ઉત્તર પ્રદેશના અલ્હાબાદનો છે. છેલ્લે બિગ બોસ 13 નો વિજેતા સિદ્ધાર્થ શુક્લ તેની માતા સાથે બિગ બોસના ઘરમાં જોવા મળ્યો હતો.
કોઠા સૂઝથી 10 વિધા જમીનમાં સારી ખેતી કરો તો નોકરી પણ જખ મારે!
સિદ્ધાર્થ શુક્લાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ ઘણી બધી સારી સીરિયલોમાં પણ સિદ્ધાર્થના અભિનયને લોકોએ ખુબ પસંદ કર્યો. બિગ બોસની સિઝન-13માં સિદ્ધાર્થે પોતાની સુઝબુઝથી જીત હાંસલ કરી અને લાખો દિલોને જીતી લીધાં.
આ શો તેમના દિલની ખૂબ નજીક હતો કારણ કે આ શો દરમિયાન તેમની મુલાકાત શહનાઝ ગિલ સાથે થઇ હતી. શહનાઝે સિદ્ધાર્થ માટે હંમેશા ખુલીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને બંને ટીવીના મોસ્ટ પોપુલર કપલ્સમાંથી એક હતા. મોતના થોડા કલાકો પહેલાં પણ સિદ્ધાર્થ શહનાઝની સાથે બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ના સેટ પર સ્પોટ થયા હતા. તેમના મોતથી શહેનાઝને આધાત લાગ્યો હતો અને તેમના અંતિમ સંસ્કારમાં રડી રડીને ખરાબ હાલત થઇ ગઇ હતી.
સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર્સ તેને બચાવી શક્યા ન હતા. સિદ્ધાર્થે આગલી રાત્રે કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યારબાદ તે ઉઠ્યો ન હતો. હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે. સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. તેણે 'બિગ બોસ 13'ની સિઝન જીતી હતી. આ ઉપરાંત તેણે 'ખતરો કે ખિલાડી 7' શો જીત્યો હતો. સીરિયલ 'બાલિકા વધૂ'ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. માત્ર 40વર્ષની વયે સિદ્ધાર્થનું મોત સૌ કોઇને હચમચાવી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube