નવી દિલ્હી: ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનથી માત્ર તેમના નીકટના લોકો જ નહીં પરંતુ તેમના ફેન્સ પણ હેરાન પરેશાન છે. આખી ટીવી ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. અભિનેતાના આકસ્મિક નિધનથી અનેક લોકો આઘાતથી તૂટી ગયા છે. તેમના મિત્રો અને ચાહનારા સતત તેમના પરિવાર માટે દુઆ કરી રહ્યા છે. બિગ  બોસ 13ના સ્પર્ધક રહી ચૂકેલા વિકાસ પાઠક કે જે હિન્દુસ્તાની ભાઉ (Hindustani Bhau)ના નામથી જાણીતા છે તેઓ પણ સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધન બાદ તેમના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવવા માટે દિવંગત અભિનેતાના ઘરે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધાર્થ શુક્લાના માતાને મળવા ગયા હિન્દુસ્તાની ભાઉ
મીડિયા સાથે હિન્દુસ્તાની ભાઉની વાતચીતનો વીડિયો વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં હિન્દુસ્તાની ભાઉએ જણાવ્યું છે કે મોતના ગણતરીના કલાકો પહેલા સિદ્ધાર્થ શુક્લા સાથે શું થયું હતું. હિન્દુસ્તાની ભાઉએ સિદ્ધાર્થ શુક્લાના માતા રિટા સાથે વાતચીતના આધારે આ વાતો મીડિયા સાથે શેર કરી. તેમણે જણાવ્યું કે સિદ્ધાર્થે 1-2 ડિસેમ્બરની રાતે શું કર્યું હતું. 


હિન્દુસ્તાની ભાઉએ જણાવી તે રાતની કહાની
તેમણે કહ્યું કે બધુ ઠીક હતું, સિદ (Sidharth Shukla) એ ડિનર કર્યું અને સારી રીતે સૂઈ ગયો. રાતે 3.30 વાગે તેણે માતા પાસે એક ગ્લાસ ઠંડુ પાણી માંગ્યુ કારણ કે તે બેચેની મહેસૂસ કરી રહ્યો હતો. ત્યારબાદ માતાએ પાણી આપ્યું. પછી તેમણે આઈસ્ક્રિમ પણ ખાધો અને પછી સૂઈ ગયો. સિદ્ધાર્થ તેના જિમ સેશન માટે સવારે લગભગ 10 વાગે ઉઠતો હતો પરંતુ તે દિવસે સવારે એલાર્મ વાગ્યું છતાં તે 10 વાગ્યા સુધી ઉઠ્યો નહીં અને પછી માતા તેના રૂમમાં ગઈ અને બધી વાત ખબર પડી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube