Singer KK Last Moments: બોલીવુડથી એક અત્યંત દુ:ખદ સમાચાર આવ્યા. જાણીતા સિંગર કેકે (કૃષ્ણકુમાર કુન્નથ)નું મંગળવારે રાતે એક સ્ટેજ શો દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું. કેકેને કોલકાતાના ઉલ્ટાડાંગામાં ગુરુદાસ મહાવિદ્યાલયના નજરુલ મંચ પર કોન્સર્ટ દરમિયાન એટેક આવ્યો. હોસ્પિટલ લઈ જતા પહેલા જ તેમનું નિધન થઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાયક કેકેની અંતિમ પળો પણ ગમે તેવા કઠણ હ્રદયના કાળજાવાળા માનવીને હચમચાવી નાખે તેવી હતી. મંચ પર પ્રદર્શન દરમિયાન જ સિંગર કેકેની તબિયત ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે સ્પોર્ટલાઈટ બંધ કરવા કહ્યું. તેઓ વારંવાર કહેતા રહ્યા કે તેમની તબિયત બરાબર નથી. ખુબ ગરમી લાગે છે. ત્યારબાદ કેકે હોટલ જતા રહ્યા. પરંતુ સીડી ચડતા ચડતા અચાનક ગબડી પડ્યા. તેમને તરત કોલકાતા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (સીએમઆરઆઈ) લઈ જવાયા પરંતુ તે પહેલા જ તેમનું નિધન થઈ ગયું. 


સિંગર કેકેના નિધનથી લોકો આઘાતમાં સરી પડ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી અરુપ વિશ્વાસ જાણકારી મળતા જ હોસ્પિટલ પહોંચ્યા. તેમણે કહ્યું કે હું ઓફિસથી ઘરે આવતો હતો ત્યારે મને હોસ્પિટલથી ફોન આવ્યો. મને ખબર પડી કે તેમને અહીં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. હું તેમના પરિવાર સાથે વાત કરી રહ્યો છું જે મુંબઈથી આવી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube