નવી દિલ્હી: દીદી તેરા દેવર દીવાના જેવા સોન્ગ દ્વારા સલમાન ખાનનો અવાજ રહેલા એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. લિજેન્ડરી સિંગર એસપી બાલાસુબ્રમણ્યમે શુક્રવારના આ દુનિયાને અલવિદા કહ્યું. તેમની ઉંમર 74 વર્ષ હતી. એસપી બાલાસુબ્રમણ્યમના નિધનથી આખી એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રિ શોકનો માહોલ છવાયો છે. એસપી બાલાસુબ્રમણ્યમે હિન્દી સિનેમાને એકથી એક ચડિયાતા સોન્ગ આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના ગીતોએ સલમાન ખાનને ઓળખ આપી. એસપી બાલાસુબ્રમણ્યના જે ગીતો સલમાન ખાન ઉપર ફિલ્માવવામાં આવ્યા છે તે તમામ સોન્ગ હિટ રહ્યાં છે. જેમ કે, 'પહેલા પહેલા પ્યાર હૈ', 'મેરે રંગમે રંગને વાલી', 'ધિક-તાના-ધિકતાના', 'મેરે જીવન સાથી', 'મુજસે જુદા હોકર', 'આજા શામ હોને આઈ', 'હમ બને તુમ બને', 'વાહ વાહ રામજી'.


આ પણ વાંચો:- ડ્રગ્સ કેસ: Deepika Padukoneની મેનેજરને આ 16 સવાલ પૂછશે NCB, થઇ શકે છે મહત્વના ખુલાસા


5 ઓગસ્ટના થયા હતા કોરોના પોઝિટિવ
તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ બતું. તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. એસપી 5 ઓગસ્ટના કોરોના પોઝિટિવ થયા હતા. ત્યારબાદ તેમને ચેન્નાઇની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 13 સપ્ટેમ્બરના તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.


આ પણ વાંચો:- SBIની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, ખરીદી શકો છો સસ્તામાં ઘર, દુકાન અને પ્લોટ્સ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube