નવી દિલ્હી: રામાનંદ સાગરની પ્રખ્યાત ધાર્મિક ટીવી સીરિયલ 'રામાયણ' એ ટીવીની દુનિયામાં એક અલગ ઈતિહાસ રચ્યો છે. આજે પણ દર્શકો આ શોને દિલથી ચાહે છે. જ્યારે, 'રામાયણ' માં સીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા ચીખલિયાએ પોતાના આ રોલને દર્શકોના દિલમાં અમર કરી દીધું. આ શોમાં સીતાનો રોલ કરનારી દીપિકા માત્ર અભિનય જ નહીં, સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓ અવારનવાર પોતાના પ્રશંસકોની વચ્ચે પોતાના લેટેસ્ટ તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરીને પોતાના મોર્ડન અવતારથી ચાહકોને આશ્ચર્યચકિત કરતી રહે છે. આ દરમિયાન ફરી એકવાર દીપિકાની લેટેસ્ટ તસવીરોએ ચાહકોને સરપ્રાઈઝ કરી દીધા છે. આ તસવીરોમાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. અહીં જુઓ ફોટા...



દીપિકા ચિખલિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ફરી એકવાર મોડર્ન લુકમાં જોવા મળી રહી છે. ફોટામાં તમે જોઈ શકો છો કે દીપિકા બાલ્કનીમાં ઉભી છે. તે દરમિયાન તેનો ચહેરો નહીં, પરંતુ તેની પીઠ એક તસવીરમાં દેખાઈ રહી છે અને તે પોતાનો હાથ ઉપરની તરફ ઊંચો કરીને પોઝ આપતી જોવા મળી રહી છે. જ્યારે, બીજા ફોટામાં તે પલટતી વખતે પોઝ આપી રહી છે. તે દરમિયાન તેણે ગાજર રંગનો કુર્તો પહેર્યો છે. 


આ બંને તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો હંમેશા તેની સ્મિતથી મંત્રમુગ્ધ હોય તેવું લાગે છે. દીપિકાની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'તમને આટલા સુંદર દેખાવાનો કોઈ અધિકાર નથી.. તમારી હિંમત કેવી રીતે થઈ?



તમને જણાવી દઈએ કે 'રામાયણ'માં સીતા માતાના પાત્ર સિવાય દીપિકા 'વિક્રમ અને બેતાલ', 'લવ-કુશ', 'દાદા-દાદી કી કહાની', 'ધ સ્વોર્ડ ઓફ' જેવી ઘણી સિરિયલો દ્વારા પણ દર્શકોનું મનોરંજન કરે છે. જ્યારે હવે દીપિકા ટૂંક સમયમાં સરોજિની નાયડુની બાયોપિકમાં જોવા મળશે.