નવી દિલ્હીઃ ભારત રત્નથી સન્માનિત દિવંગત સિતારવાદત પંડિત રવિશંકરનાં પૂર્વ પત્ની અને દિગ્ગજ સંગીતકાર અન્નપુર્ણા દેવીનું શનિવારે મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ 91 વર્ષનાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહેલી સવારે થયું નિધન
હોસ્પિટલનાં અધિકારીઓએ જણાવ્યું કે, વહેલી સવારે 3:51 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષથી ઉંમરને કારણે થતી બિમારીઓથી પીડાતાં હતાં. 



શિક્ષિકા હતાં અન્નપૂર્ણા દેવી. (ફોટો સાભાર- ટ્વીટર@Ankit Agrawal)


મૂળ નામ અન્નપૂર્ણા દેવી ન હતું 
સંગીતની દુનિયામાં અન્નપૂર્ણા દેવીના નામે પ્રખ્યાત સંગીતકારનું મૂળ નામ રોશનઆરા ખાન હતું. તેમનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. અન્નપૂર્ણા દેવી હિન્દુસ્તાની શાસ્ત્રી સંગીતની પ્રસિદ્ધ ભારતીય સુરબહાર વાદક હતાં. તેમને આ નામ જૂના મેહર રાજઘરાણાના મહારાજા બ્રજનાથા સિંહે આપ્યું હતું. ત્યાર બાદ સંગીતની દુનિયામાં રોશનઆરાને અન્નપુર્ણા નામથી ઓળખ મળી હતી. 



જાણીતા સંગીતકારનાં પત્ની અને પુત્રી 
તેઓ ભારતીય શાસ્ત્રી સંગીતની દુનિયાના જાણીતા નામ અલાઉદ્દીન ખાનનાં પુત્રી અને શિષ્યાં હતાં. તેમણે એ સમયના પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર સાથે લગ્ન કર્યા હતાં. જોકે, પાછળથી તેમનાં છુટાછેડા થઈ ગયા હતા.