નવી દિલ્હી : કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની હાલમાં ભારતીય રાજનીતિમાં મોટું નામ છે. આજે પણ તેને તેના ચાહકો તુલસી વિરાણી તરીકે ઓળખે છે. લગભગ બે દાયકા પહેલાં સ્મૃતિ બોલિવૂડમાં પોતાની કરિયર જમાવવા પહોંચી હતી. આ સમયે સૈફે તેને ખાસ સલાહ આપી હતી જે આજે પણ તેને યાદ છે. તાજેતરમાં ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નની મોટી હક્તીઓનો જમાવડો થયો હતો. આ પ્રસંગે એક્ટ્રેસમાંથી પોલિટિશિયન બનેલા સ્મૃતિ ઈરાની પણ પહોંચ્યા અને તેમણે આ દરમિયાન બોલિવુડ એક્ટર સૈફ અલી ખાનની સાથે એક સેલ્ફી પણ લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષની ટોપ ટેન ફિલ્મોમાં 'બધાઈ હો' અને 'રાઝી' સામેલ


આ પ્રસંગે કેન્દ્રીય ટેક્સટાઈલ મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ એ વાત પણ શેર કરી કે, 1995માં જ્યારે તેઓ દિલ્હીથી મુંબઈ આવ્યા હતા તો સૈફએ તેને શું સલાહ આપી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરતા સ્મૃતિએ લખ્યું કે, ’23 વર્ષ પહેલા દિલ્હીથી આવેલી એક શીખાઉને એક રાઈઝિંગ સ્ટારે જણાવ્યું હતું કે, મુંબઈમાં કેવી રીતે પગ જમાવવા જોઈએ. કેટલીક એવી ટિપ્સ જેનાથી તમે તમારા સપનાને પૂરા કરવા માટે ફાઈટ કરી શકો. તેમને જાણ હતી કે, આ શીખાઉ એક દિવસ સ્ટાર બની શકે છે. એ યાદો માટે આભાર સૈફ અલી ખાન.’ આ પોસ્ટમાં સ્મૃતિએ પોતાને જમ્બો જેટ પણ કહી દીધી હતી. 



જોકે સૈફ સાથેની મુલાકાતના થોડા વર્ષો બાદ જ સ્મૃતિને ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ જેવી મોટી ટેલિવિઝન સીરિયલ મળી અને તે પછી તેઓ ઘર-ઘરની આદર્શ વહુ બની ગઈ. આ રોલમાં સ્મૃતિને બહુ પસંદ કરવામાં આવી હતી. સ્મૃતિએ ટીવીની દુનિયા પછી રાજનીતિ તરફ વળી જવાનું પસંદ કર્યું હતું અને તે બીજેપીની સભ્ય બની હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...