નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આમ તો બહુ જવલ્લે ભાવુક થતા જોવા મળે છે. પરંતુ ગુરુગ્રામમાં પોતાના જૂના ઘરને જોવા પહોંચ્યા ત્યારે કઈંક એવું જોયું કે તેમની આંખોમાંથી આસું સરી પડ્યાં. જો કે આ આંસુ આનંદના નહીં પરંતુ દુ:ખના હતાં. ટીવી સીરિયલમાં તુલસીના પાત્રથી ખુબ જ લોકપ્રિતા મેળવીને દેશની સત્તામાં ભાગીદારી નિભાવનાર સ્મૃતિ ઈરાનીના જીવનનો એક મોટો ભાગ ગુરુગ્રામના ભાડાના ઘરમાં વિત્યો છે. પોતાના આ જૂના ઘરની યાદો તાજી કરવા માટે હાલમાં જ સ્મૃતિ ઈરાની ગુરુગ્રામ ગયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના જૂના મિત્રો, અને પરિજનોથી ઘેરાયેલા સ્મૃતિ ઈરાની ખુબ ઉત્સાહ સાથે ગુરુગ્રામ પોતાના જૂના ઘરને જોવા પહોંચ્યાં. ત્યાં તેઓ ભાડે રહેતા હતાં. પરંતુ જ્યારે તેઓ તે ઘરમાં પહોંચ્યા ત્યારે દુ:ખી થઈ ગયાં. કારણ કે ઘરની જગ્યાએ હવે તે એક વર્કશોપ બની ગયું હતું. આ વર્કશોપનું શટર ખોલતા જ આંખોમાંથી આસું સરી પડ્યાં. તેમને આશા નહતી કે જે ઘરમાં જૂની યાદો વસેલી છે તે ઘર હવે ત્યાં છે જ નહીં. 



હકીકતમાં આ વીડિયો એક્તા કપૂરે વેબ પોર્ટલ અલ્ટબાલાજીની નવી વેબ સીરિઝ હોમના પ્રમોશન માટે બનાવ્યો છે. હોમ એક એવી વેબ સીરિઝ છે કે જેમાં એક પરિવાર પોતાના ઘર  અને સોસાયટીને બચાવવા માટે મથામણ કરે છે. આ પ્રમોશન માટે અનેક સેલેબ્રિટિઝ પોતાના અસલી ઘર સાથે જોડાયેલા અનુભવો શેર કરે છે. જેમાં સ્મૃતિ ઈરાનીના ઘર સાથે જોડાયેલા અનુભવને દર્શાવતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્મૃતિ પોતાના ઘરની આસપાસના વિસ્તારોમાં ઘૂમતા જોવા મળી રહ્યાં છે. 


અત્રે જણાવવાનું કે સ્મૃતિ ઈરાનીએ પોતાની ટીવીની કારકિર્દીની શરૂઆત 'ક્યોકીં સાસ ભી કભી બહુ થી' સીરિયલથી કરી હતી. જેમાં તે તુલસી વિરાણીની ભૂમિકામાં જોવા મળીહ તી. આ સીરિયલની પ્રોડ્યુસર એક્તા કપૂર હતી જે આજે પણ તેમની ખુબ સારી મિત્ર છે.