બાપરે! 200 મીટર સુધી તો મીઠાઈ જ મીઠાઈ, લાંબી લાઈનો...અનંત-રાધિકાના લગ્નનો આ Video જોયો તમે?
Anant Ambani and Radhika Merchant Wedding Video: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની સમગ્ર દુનિયામાં ચર્ચા છે. આ લગ્નમાં બોલીવુડથી લઈને હોલીવુડની જાણીતી હસ્તીઓ જોવા મળી. આ ઉપરાંત પીએમ મોદી સહિત અનેક રાજનેતાઓ પણ સામેલ થયા. અનેક ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પણ આવ્યા હતા. એક ઈન્ફ્લુએન્સરનો આ લગ્નનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની સમગ્ર દુનિયામાં ચર્ચા છે. આ લગ્નમાં બોલીવુડથી લઈને હોલીવુડની જાણીતી હસ્તીઓ જોવા મળી. આ ઉપરાંત પીએમ મોદી સહિત અનેક રાજનેતાઓ પણ સામેલ થયા. અનેક ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પણ આવ્યા હતા. એક ઈન્ફ્લુએન્સરનો આ લગ્નનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જાણો શા કારણે ચર્ચા થઈ રહી છે.
હાલમાં જ અગસ્ત્ય શાહે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો એક વીડિયો શેર કર્યો. જેમાં ફૂડ કાઉન્ટર અને વિશાળ બોલરૂમની ઝલક જોવા મળી રહી છે. યુટ્યુબ પર 8 મિનિટના આ લાંબા વીડિયોમાં શાહ જણાવે છે કે કેવી રીતે ગેસ્ટ લિસ્ટમાંથી નામ ગાયબ હોવાના કારણે થયેલી કન્ફ્યૂઝનને કારણે તેને વેન્યૂમાં એન્ટ્રી માટે પરેશાની થઈ. જો કે કન્ફ્યૂઝન દૂર થયા બાદ શાહને એન્ટ્રી મળી ગઈ. ત્યારબાદ મહેમાનો અને શાનદાર સજાવટ વીડિયોમાં જોવા મળે છે.
શાહ કહે છે કે દર 40 મીટર પર લોકો સીતાર વગાડતા હતા, દરેક છત પર ફૂલ ખીલેલા હતા અને બહાર એક મોટો પાર્ક હતો. શાહના વીડિયોમાં શાનદાર સજાવટ જોવા પણ મળે છે. આર્ટિફિશિયલ ઘોડાની ઝલક ખુબ મનમોહક છે. શાહ કહે છે કે સજાવટ એવી હતી કે હું બોલરૂમમાં લોટસ અને પર્લ વચ્ચે જાણે ખોવાઈ જ ગયો.
જુઓ Video
બાદમાં વીડિયોમાં જોવા મળે છે કે શ્રેયા ઘોષાણ અને એ આર રહેમાન લાઈવ પરફોર્મ કરી રહ્યા છે. તેઓ વીડિયોમાં કહે છે કે ભાઈ આ લગ્ન કઈક એવા છે જેવા મે મારા જીવનમાં ક્યારેય જોયા નથી કે તેના વિશે સાંભળ્યું નથી. શાહે એ પણ દેખાડ્યું કે કેવી રીતે લોકો મુકેશ અંબાણી અને નીતા અંબાણીને મળવા માટે લાઈન લગાવીને ઊભા હતા.
અનંત અંબાણીના લગ્નના ભોજનના પણ ચારેબાજુ ચર્ચા છે. શાહે પોતાના વીલોગમાં દેખાડ્યું કે ચાલુ ટ્રેનમાં એક મોટા મેજ પર મહેમાનો માટે મીઠાઈ પીરસવામાં આવી હતી. 200 મીટર સુધી તો ફક્ત મીઠાઈઓ જ લાગેલી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 14મી જુલાઈએ થયા હતા. આ લગ્નમાં કપલને આશીર્વાદ આપવામાં પીએમ મોદી પણ સામેલ હતા. આ ઉપરાંત શાહરૂખ ખાન, મહેન્દ્ર સિંહ ધોની, કિમ કાર્દીશિયન, જ્હોન સીના, અને અન્ય અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. આ લગ્નના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.