શું ફરી જીવતી થઈ ગઈ દિવ્યા ભારતી? ફેન્સ પણ જોઈને ચોંકી ગયા
સોશિયલ મીડિયામાં ફરી દિવ્યા ભારતી દેખાતા ફેન્સ અચંબિત થઈ ગયા છે.
નવી દિલ્હીઃ દિવ્યા ભારતી જેના મૃત્યુને એક કે બે નહીં પરંતુ ત્રણ દાયકા જેટલો સમય વીતવા આવ્યો પરંતુ આજે પણ તેના અનેક પ્રશંસકોની યાદોમાં તે હજી જીવંત છે, દિવ્યાએ તેની નાની ફિલ્મી કારકિર્દીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી અને તે સુપરસ્ટાર બની ગઈ હતી. ત્યારે સોશિયલ મીડિયામાં ફરી દિવ્યા ભારતી દેખાતા ફેન્સ અચંબિત થઈ ગયા છે.
આ દિવ્યા ભારતીનો પણ નથી કોઈ જવાબ
દિવ્યા ભારતીએ ન માત્ર સુંદરતા પરંતુ તેના અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા. ટીકટોક એપ્લેકેશન ભલે ભારતમાં બંધ થઈ ગઈ હોય પરંતુ આ એપ્લિકેશને લોકોને ફરી દિવ્યા ભારતીને યાદ કરાવી દીધી હતી. ટીકટોક બાદ હવે ઈન્સ્ટાગ્રામમાં રીલ્સમાં દિવ્યા ભારતીની હમશકલના લોકો દીવાના થયા છે. સોશિયલ મીડિયામાં અથિરા અજીત નામની યુવતીના લાખો ફોલોઅર્સ છે કેમ કે તે દિવ્યા ભારતીની હમશકલ છે, અને તેની અદાઓ લોકોને દિવ્યા ભારતીની યાદ અપાવી રહ્યા છે.
અથિરા અજીતે દિવ્યા ભારતી બની મેળવી લોકપ્રિયતા
દિવ્યા ભારતીએ 18 અને 19 વર્ષની ઉમરમાં જેમ અભિનયમાં ડંકો વગાડ્યો હતો તેમ અથિરા અજીતની ઉમર 18 વર્ષની છે, અથિરા પોતે દિવ્યા ભારતીના લુકમાં અને ગીતમાં ટીકટોક બનાવતી અને તે ધીમે ધીમે પોપ્યુલર થઈ ત્યારબાદ ઈન્સ્ટાગ્રામની રીલ્સમાં અથિરા અજીતે રીલ્સ બનાવી, અથિરામાં લોકોને દિવ્યા ભારતીનો અંદાજ જોવા મળ્યો.
ફેન્સ તેને કહે છે 'દિવ્યા ભારતી'
અથિરા અજીત મૂળ કેરળની છે પરંતુ તે દેશની બહાર રહે છે, તેના ફેન્સ તેને દિવ્યા ભારતી કહીને જ બોલાવે છે. દિવ્યા ભારતી ઈન્સ્ટાગ્રામમાં એક્ટિવ છે, તે દરેક લુકમાં દિવ્યાથી ઓછી દેખાતી નથી.
Shahid Kapoor એ કપડા પહેરતા સમયે બનાવ્યો પત્નીનો VIDEO, થઈ ગયો વાયરલ, લોકો બોલ્યા- શરમ..
દિવ્યાનું મૃત્યુ બની ગયું રહસ્ય
દિવ્યા ભારતીનું મોત માત્ર 19 વર્ષની ઉમરે થયું, અપાર્ટમેન્ટની બારીમાંથી પડી જવાથી દિવ્યાનું મોત થયાના સમાચાર આવતા ન માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પરંતુ તેના લાખો-કરોડો પ્રશસંકો આઘાતમાં સરી પડ્યા. તેના મોતને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા.. ક્યારેક અકસ્માતથી મોત થયું હોવાનું કહેવાયું, તો તેને ધક્કો મારવામાં આવ્યો હોવાની ચર્ચા તેજ રહી હતી. દિવ્યાએ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube