નવી દિલ્હી: ફોર્બ્સ (Forbes) એ દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર કલાકારોની વાર્ષિક યાદી જાહેર કરવામાં આવી છે. મહિલા કલાકારોની યાદીમાં અભિનેત્રી સોફિયા વરગારા (Sofia Vergara) ટોચ પર છે. આ ઉપરંત એજેંલિના જોલી (Angelina Jolie), ગાલ ગૈડોટ (Gal Gadot) અને મેલિસા મૈક્કાર્થી  (Melissa McCarthy) આ યાદીમાં સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષમાં કમાઇ 315 કરોડ રૂપિયા
ફોર્બ્સના અનુસાર આ વર્ષે સોફિયા વરગારા (Sofia Vergara) દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. તેમણે એક વર્ષની અવધિમાં 43 મિલિયન ડોલરની કમાણી કરી છે, જે 315 કરોડ રૂપિયા બરાબર છે. 


કોઇ ભારતીય અભિનેત્રી બનાવી ન શકી આ સ્થાન
આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ટોચની 10 અભિનેત્રીઓમાં એંજેલિના જોલી ( $ 35.5 મિલિયન), ગાલ ગૈડોટ ($ 31 મિલિયન), મેલિસા મૈક્કાથી ($ 25 મિલિયન), મેરિલ સ્ટ્રીપ ($ 24 મિલિયન), એમિલી બ્લંટ (22.5 મિલિયન ડોલર), નિકોલ કિડમૈન (22  મિલિયન ડોલર), એલેન પોમ્પિઓ (19 મિલિયન ડોલર), એલિજાબેથ મોસ (16 મિલિયન ડોલર) અને વાયોલા ડેવિસ (15.5 મિલિયન ડોલર) સામેલ છે.


ફોર્બ્સના અનુસાર વરગાહની મોટાભાગની કમાણી શો 'મોડર્ન ફેમિલી' અને 'અમેરિકા ગોટ ટેલેન્ટ'થી થઇ. આ કમાણીમાં તેમની એંડોર્સમેન્ટ ડીલ્સ પણ સામેલ છે. તેમણે આ શોના દરેક એપિસોડથી 500,000 ડોલરની કમાણી થઇ. જ્યારે 'અમેરિકા ગોટ ટેલેન્ટ'ની દરેક સીઝનથી તેમને 10 ડોલરની કમાણી થઇ. તો બીજી તરફ જોલીએ પોતાની કમાણી (35.5 મિલિયન ડોલર)નો મોટાભાગનો હિસ્સો માર્વાલની ફિલ્મ 'ધ ઇન્ટર્નલ્સ'થી પ્રાપ્ત કર્યો છે.  


એમિલી બ્લંટ આ યાદીમાં આવી છે પહેલીવાર
ગત વર્ષે કમાણીમાં નંબર વન રહેલી સ્કારલેટ જોહાનસ (Scarlett Johansson)એ 56 મિલિયન ડોલર કમાણી કરી હતી. આ યાદીમાં બ્લંટ નવી અભિનેત્રી છે. તેમણે ફિલ્મ 'એ ક્વાઇટ પ્લેસ: પાર્ટ 2' અને ડિઝ્નીની આગામી ફિલ્મ 'જંગલ ક્રૂઝ' માટે સારું પેમેન્ટ આપવામાં આવ્યું હતું. તેનાથી તે આ યાદીમાં સ્થાન બનાવવામાં સફળ રહી. 


અક્ષય કુમારનું પણ નામ સામેલ
આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારાઓની ટોચની 10 અભિનેત્રીઓના કુલ 254 મિલિયન ડોલરની કમાણી કરી છે. જે ગત વર્ષના મુકાબલે 20 ટકા ઓછી છે. તો બીજી તરફ સૌથી વધુ કમાણી કરનાર ટોચના 10 અભિનેતાઓએ કુલ 545 મિલિયન ડોલરની કમાણી કરી છે. ડ્વેન જોનસન 87.5 મિલિયન ડોલરની કમાણી સાથે અભિનેતાઓની યાદીમાં સૌથી ઉપર છે. અક્ષય કુમાર જ એકમાત્ર ભારતીય અભિનેતા છે, જે આ યાદીમાં જગ્યા બનાવી શક્યા છે. પુરૂષોની યાદીમાં રયાન રેનોલ્ડ્સ, માર્ક વાહનબર્ગ, બેન એફ્લેક, વિન ડીઝલ, લિન-મૈનુઅલ મિરાંડ, વિલ સ્મિથ, એડમ સેંડલર અને જૈકી ચેન સામેલ છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube