નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની જેલની સજા તો થઈ પરંતુ શનિવારે જામીન પર છૂટકારો પણ થઈ ગયો. સલમાનનો આ છૂટકારો ભારતીય મૂળની બ્રિટિશ નાગરિક અને અભિનેત્રી સોફિયા હયાતને ગમ્યો નથી અને તેણે આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. હકીકતમાં એક બાજુ જ્યાં સલમાનના ચાહકો અને પરિવાર તેના છૂટકારાનો જશ્ન મનાવી રહ્યાં છે ત્યાં સોફિયાનું કહેવું છે કે સલમાન ખાનને પૈસાના જોરે જામીન મળ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હકીકતમાં સોફિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતીય કરન્સીની એક તસવીર શેર કરી છે. આ સાથે જ તેણે લખ્યું છે કે સલમાનને આ જરૂરી કાગળોના કારણે જામીન મળ્યાં. સોફિયાએ લખ્યું કે સલમાને આ કાગળો જમા કરાવ્યાં અને તેને આ જ કારણથી જામીન મળ્યાં. સોફિયાએ વધુમાં લખ્યું કે જો તમારી પાસે આ પ્રકારના પેપર્સ હોય તો તમારે કોર્ટમાં જવાની કોઈ જરૂર નથી.



સોફિયાએ આ અગાઉ સલમાનને જ્યારે જેલની સજા થઈ હતી ત્યારે ખુબ ખુશી વ્યક્ત કરી હતી. તેણે સલમાનની એક તસવીર શેર કરી હતી જેમાં લખ્યું હતું ગિલ્ટી. આ સાથે જ બીઈંગ હ્યુમનમાંથી બીઈંગ કાપીને નો મોર હ્યુમન લખ્યુ હતું. આવું પહેલીવાર બન્યું કે કોઈ અભિનેત્રીએ સલમાન ખાનને થયેલી સજા પર ખુલ્લેઆમ ખુશી વ્યક્ત કરી. સોફિયા હયાતે એક લાંબી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ પોસ્ટમાં સોફિયાએ લખ્યું છે કે 'અંતમાં તો તમારા કર્મ જ તમને ઘેરે છે...અનેક લોકો સલમાન વિરુદ્ધ બોલતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તે બોલિવૂડને કંટ્રોલ કરે છે પંરતુ હું બોલતા ડરતી નથી.'



સોફિયાએ લખ્યું છે કે મને ખુબ ખુશી છે કે જે કામ સલમાને કર્યું તેના કારણે તેણે જેલમાં જવું પડ્યું. ધરતી માટે જાનવરોનું હોવું ખુબ જરૂરી છે અને સલમાને જે કર્યું તે ખુબ ખોટું કર્યું. તેમણે ફક્ત પોતાના માટે વિચાર્યું. અનેક બાળકો સલમાનને ફોલો કરે છે આથી યુવાવર્ગ પ્રતિ તેની જવાબદારી બને છે. આવું કામ કરીને તેઓ દુનિયાને શું બતાવવા માંગે છે. યુવાઓને શું એવી શિક્ષા આપી રહ્યાં છે કે કાયદો તોડવો અને જાનવરોને મારવા અને પછી પોતાનો બચાવ કરવો એ યોગ્ય છે ફક્ત એટલા માટે કારણ કે તે એક સેલેબ્રિટી છે?



સોફિયાએ વધુમાં લખ્યું કે 'કોઈ પશ્ચિમના દેશમાં  ડ્રિંક અને ડ્રાઈવ કરવા બદલ અને કોઈને મારવા માટે સલમાનનું ખુબ અપમાન થયું હોત. ત્યારબાદ તમે તમારા કામોની ભરપાઈ કરવા માટે પોતાને પરોપકારી વ્યક્તિ બતાવવાની કોશિશ કરો છો.' સોફિયાએ ભારતીય કાયદાના વખાણ કરતા કહ્યું કે 'આજે ભારતે બતાવી દીધુ કે તમે ભલે ગમે તે હોય, ખોટું કામ કરો તો કાયદાથી બચી શકો નહીં.'