ગીતો ગાવાનો શોખ કોને ન હોય?... કોઈ ગીત જાહેરમાં ગાવાનું પસંદ કરે તો કોઈ બાથરૂમ સિંગર હોય... આપણે આસપાસ ઘણા લોકો હોય છે ફિલ્મી ગીતો ગાતા ફરતા હોય છે. બોલિવૂડનો આજે વિશ્વભરમાં ડંકો વાગ્યો હોય તો તેમાં હિન્દી ફિલ્મોના ગીતોનો સિંહફાળો રહ્યો છે. પણ કેટલાક એવા ગીતો છે જેને વિવાદ સર્જ્યા છે. જો તમે આ ગીતો જાહેરમાં ગાશો અથવા ગીતોને અનુસરો તો તમને સજા થઈ શકે છે. બોલિવૂડની આ ફિલ્મોના ગીતો જેના શબ્દો છે અટપટા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મૈ લૈલા- લૈલા ચિલ્લાઊંગા કુર્તા ફાડ કે
મૈ મજનૂ -મજનૂ ચિલ્લાઊંગી કુર્તા ફાડ કે


ગોવિંદા અને રવિનાને ચમકાવતી ફિલ્મ 'અનારી નંબર-1' તો હિટ થઈ પરંતું તેના ગીતો પણ સુપરહિટ નીવડ્યા..ફિલ્મમાં આ ગીત ખૂબ જ લોકોને પસંદ આવ્યુ હતું. આ ગીત જો તમે જાહેરમાં ગાશો તો મુશ્કેલીમાં મૂકી શકાય છો.  ફિલ્મમાં નાયક અને નાયિકા કુર્તો ફાડવાની વાત કરે છે.. IPC માં 'પબ્લિક ઓબ્સેનિટી' માં કલમ 294 અંતર્ગત તમને સજા અને દંડ થઈ શકે છે.



2. તૂ માઈકે ચલી જાયેગી, મૈ દંડા લેકે આઉંગા
જો જો ગીતની આ લાઈન તમે ગાશો તો પત્ની સાથે હિંસાનો કેસ તમારા પર લાગશે...ગીતની આ લાઈન પર પત્ની તેના પતિ સામે ફરિયાદ દાખલ કરાવી શકે છે. કલમ 498 A અંતર્ગત પતિ સામે ગુનો નોંધાશે. રિષી કપૂર અને ડિમપ્લ કાપડિયાની બોબી ફિલ્મ સુપરહિટ નીવડી અને ફિલ્મના 'જૂથ બોલે કૌઆ કાંટે' ગીત તમે સાંભળશો તો તમને આ શબ્દો સાંભળવા મળશે.


3. જૂથ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરિયો
મૈ તેરી સૌતન લાઉંગા. તુમ દેખતી રહિયો


બોબી ફિલ્મના આ ગીતમાં અન્ય લાઈન પણ છે જેમાં વિવાદ ઉભો થઈ શકે છે. કલમ 494 અંતર્ગત કોઈ વ્યક્તિ તેના જીવનસાથીની હયાતી હોય ત્યારે બીજા લગ્ન ન કરી શકે. બીજા લગ્ન કરવા હોય તો પાત્રને તલાક આપવા જરૂરી છે. એટલે આ ગીતમાં સૌતન લાવવાની વાત કરી છે. મતબલ કે આ ગીતના શબ્દો કોઈને પણ જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.


તારક મહેતા...શોમાં એપિસોડ દીઠ સૌથી વધુ કોને મળે છે રૂપિયા? નામ જાણી ચોંકી જશો


30 વર્ષ પહેલાં બોલિવુડની આ અભિનેત્રીએ કરી હતી કોન્ડોમની એડ, આજે દીકરી કરે છે ધમાલ


પતિને પડતો મૂકી પરપુરૂષ સાથે ગુટરગૂ કરી રહી છે આ અભિનેત્રીઓ, જલસા કર બાબુ જલસા કર


4. તેરે ઘર કે સામને એક ઘર બનાઉંગા 
વર્ષ 1963માં આવેલી ફિલ્મ 'તેરે ઘર કે સામને' ફિલ્મનું ગીત છે જેમાં આ સુપરહિટ ગીત છે.. જો તમે પ્રોપર્ટી ખરીદી રાખી હોય અને ગીત ગાશો તો કોઈ વાંધો નહીં પણ તમે પ્રોપર્ટી ન લીધી હોય અને કોઈના ઘરની સામે ઘર બનાવશો તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો. IPCની કલમ 247 અંતર્ગત તમને સજા થશે. આ કલમમાં અન્યની જમીન પર ગેરકાયદેસર કબ્જો મેળવવા સામે સજાની જોગવાઈ છે. 50 હજાર રૂપિયાનો દંડ અને મકાન પાડી દેવામાં આવશે તે અલગ... ફિલ્મના હિરોએ આવી સ્થિતિમાં પ્રેમિકાના ઘર સામે ઘર બનાવવાની ઈચ્છા માંડી વાળવી જોઈએ.



5. સાત સમુંદર પાર મૈ તેરે પીછે પીછે આ ગઈ
વિશ્વાત્મા ફિલ્મના આ ગીતમાં યુવતી પોતે અસમંજસમાં છે કે તેણે શું કરવું છે.. યુવતીને ઝડપથી સાત સમુંદરની પાર પહોંચી જવું છે પણ તેને કોઈ પ્લાનિંગ કર્યુ નથી. ગીતમાં આગળ કહે છે કે ન રસ્તો ખબર છે ન સરનામું ખબર છે... ત્યારે આવી સ્થિતિમાં નાયિકા પાસે વિઝા માટે એપ્લાય કરવાનો સમય ન હોય તો તે આવશ્યક છે. જો વિઝા વિના 7 સમુંદર પાર જશે તો પોલીસ તેને ઝડપી પાડશે. ગેરકાનૂની રીતે દેશમાં ઘૂસણખોરી કરો તો તેને કડક સજા થાય.


6.તેરા પીછા ન છોડુંગા સોનિયે, ભેજ દે ચાહે જેલ મૈ.. પ્યાર કે ઈસ ખેલ મે...
ભાઈ... કોઈ છોકરીની પાછળ હાથ ધોઈને પડો તો જેલની હવા તો મળે પરંતું દંડા પણ ખાવા પડે. ધર્મેન્દ્રની ફિલ્મ જૂગનુંનું આ ગીત છે. જો યુવતી ફરિયાદ કરે તો કલમ 354D અંતર્ગત આરોપીને સજા થઈ શકે છે. આરોપ સાબિત થાય તો 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ફિલ્મમાં નાયક પણ નફફ્ટ છે જે યુવતીનો પીછો ન છોડવાની વાત કરે છે, ભલે તેને જેલ થાય પરંતું નાયકને કઈ પડી જ નહીં...



7. દમ મારો દમ
 દેવાનંદની સુપરહિટ ફિલ્મ 'હરે કૃષ્ણા હરે રામ' આવી હતી. ફિલ્મમાં ગીત હતું 'દમ મારો દમ'... ગીત તો ખુબ સુપહિટ રહ્યુ. ગીતમાં નાયિકા કહે છે કે 'દમ મારો દમ' પણ નાયિકાને કોઈએ કહ્યુ નહીં કે નશો કરવો ગુનો છે... જો તમે જાહેરમાં દમ મારો દમ ગાશો તો લાંબા અંદર જઈ શકો છે.