મુંબઇ: ''સોનચિડિયા'' પોતાની જાહેરાત બાદ જ ચર્ચામાં રહી છે. ચંબલની કહાણીને મોટા પડદા પર જોવા માટે દર્શકો ખૂબ ઉત્સુક છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર આવ્યું છે ત્યારથી ફિલ્મ પ્રત્યે પ્રેક્ષકોની જિજ્ઞાસા વધી ગઇ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમ કે ફિલ્મની કહાણી ભારતની આઝાદીની પછીની છે જ્યારે ડાકુઓએ ભારતના ઘણા ભાગોમાં અને કોતરોમાં પોતાની ધાક જમાવી હતી, તે સમયે કોતરો ખૂબ ખતરનાક હતી તે આજેપણ ખૂબ ખતરનાક છે, ક્યારે ક્યાંથી ડાકુઓ સામે આવી જાય. ડાકુઓની આ દહેશત આજે પણ લોકોની અંદર છે અને આજેપણ ઘણી જગ્યાએ ડાકુઓનો ખતરો રહે છે, આ પ્રકારે જ્યારે ફિલ્મનું શૂટિંગ દૂર ખતરાનાક કોતરોમાં ચાલી રહ્યું હતું ત્યારથી ફિલ્મના કાસ્ટ અને ક્રૂની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ફિલ્મના નિર્દેશક અને નિર્માતાઓ તેની સંપૂર્ણ જાણકારી લેતાં ઓન લોકેશન પર બોડીગાર્ડ્સની આખી ટુકડી તૈનાત કરી દીધી હતી. ફિલ્મમાં જેટલા કાસ્ટ છે અને કાસ્ટની સાથે જે ક્રૂ છે તેનાથી બમણી સંખ્યા સુરક્ષામાં લાગેલા બોડીગાર્ડ્સની હતી, જેના લીધે ફિલ્મનું શૂટિંગ આકરી સુરક્ષા વચ્ચે પુરૂ થયું. 


 



સોનચિડિયામાં 1970ના દાયકામાં સ્થાપિત કહાણી જોવા મળશે જેમાં એક નાનું શહેર ડાકુઓ દ્વારા શાસિત અને પ્રભુત્વ જોવા મળશે. એટલું જ નહી, અહીં સત્તા પ્રાપ્ત કરવા માટે ટુકડી સંઘર્ષની લડાઇ લડતી જોવા મળશે. તો બીજી તરફ ફિલ્મની થીમને ધ્યાનમાં રાખતાં સ્ટારકાસ્ટ ઇંટેસ અવતારમાં જોવા મળશે જેની ઝલક તાજેતરમાં જ રિલીઝ થયેલા ટ્રેલરમાં જોવા મળી હતી. 


મુખ્ય ભૂમિકામાં સુશાંત સિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, મનોજ વાજપેયી, રણવીર શોરે અને આશુતોષ રાણા અભિનિત, સોનચિડિયામાં ડાકૂના યુગ પર આધારિત એક ગ્રામીણ અને કટ્ટર કહાણી રજૂ કરવામાં આવશે, અભિષેક ચૌબે દ્વારા નિર્દેશિત સોનચિડિયામાં ધમાકેદાર એક્શનની ભરમાળ હશે. 
  
નિર્માતા રોની સ્ક્રૂવાલા જેમણે ના ફક્ત બ્લોકબસ્ટર હિટ આપી છે પરંતુ પુરસ્કાર વિજેતા ફિલ્મોના સરતાઝ હવે ''સોનચિડિયા' રજૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ આગામી 1 માર્ચ 2019ના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.