Sonakshi Sinha Engagement: સોનાક્ષી સિન્હા જાણિતા એક્ટર શત્રુઘ્ન સિન્હાની પુત્રી છે. શત્રુઘન સિન્હાને ઇંડસ્ટ્રીમાં લોકો 'શોટગન' નામેથી બોલાવે છે. શત્રુધ્ન સિન્હાના નામે સોનાક્ષી સિન્હાએ આગળ વધાર્યું અને મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થના બનાવ્યું છે. બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના જો તમે ફેન છો તો તમારા માટે મોટી ખુશ ખબરી છે. સોનાક્ષીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે આજે તેમનો મોટો દિવસ છે અને આ જાણીને ફેન્સમાં આનંદ છવાઇ ગયો. આ સમાચાર જાણ્યા બાદ તેમની સોશિયલ મીડીયા પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાક્ષી સિન્હાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કરવાની જાણકારી આપી છે કે તેમણે સગાઇ કરી લીધી છે. સોનાક્ષી સિન્હાએ ફેન્સને પોતાની સગાઇની વીંટી બતાવી છે અને જણાવ્યું કે જે વાતનું પ્રેશર લઇ રહી હતી, હકિકતમાં તે કામ ખૂબ સરળ હતું. આ ફોટામાં સોનાક્ષી સિન્હાની સાથે એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ તે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. 



આમ તો સોનાક્ષી સિન્હાનું નામ ઘણા લોકો સાથે જોડાયું છે પરંતુ અભિનેત્રીએ કયા વ્યક્તિ સાથે સગાઇ કરી છે. એ વાતનો ખુલાસો કર્યો નથી. સોનાક્ષી સિન્હાનું નામ સોહેલ ખાનના સાળા બંટી સચેદવા અને આ ઉપરાંત અભિનેત્રીનું નામ ઝહીર ઇકબાલ નામના એક્ટર સાથે પણ જોડાઇ ચૂક્યું છે. સોનાક્ષી સિન્હાએની આગામી ફિલ્મ 'ડબલ એક્સપ્રેસ' માં ઝહીર ઇકબાલ સાથે જોવા મળશે.