નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણની જેએનયૂ મુલાકાત પર સતત પ્રતિક્રિયાઓ આપી રહી છે. જ્યાં અભિનેત્રી કંગના રનોતની બહેન રંગોલી ચંદેલે તેને દીપિકાના ફિલ્મનું પ્રમોશન ગણાવ્યું તો કાર્તિક આર્યને દીપિકાની પ્રશંસા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે સોનાક્ષી સિન્હાએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે. તેણે દીપિકા પાદુકોણની પ્રશંસા કરી છે અને લખ્યું છે, તમે કોઈપણ પાર્ટીને સમર્થન કરતા હોવ, શું તમે હિંસાને સમર્થન કરો છો? શું લોહીથી ખરડાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોની તસવીરો જોઈને તમે હલી ગયા નથી? હવે આપણે હાથ પર હાથ રાખીને ન બેસી શકીએ. દીપિકાનું ત્યાં જવું અને બાકી લોકોએ અવાજ ઉઠાવ્યો તે પ્રશંસાપાત્ર છે. આ ચુપ રહેવાનો સમય નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બોલીવુડના અન્ય સમાચાર