Sonali Bendreનો મોટો ખુલાસો, અંડરવર્લ્ડના કારણે ફિલ્મોમાં નહોતું મળતું કામ
એક્ટ્રેસ સોનાલીના કહેવા પ્રમાણે તેના પતિ અને ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહલે એક સ્ટેજ પર તેની મદદ કરવી પડી.
બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેંદ્રેએ ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું. 90ના દશકની પોપ્યૂલર એક્ટ્રેસેસમાંની એક સોનાલી બેંદ્રે હાલ ફિલ્મોથી દૂર છે. અને તેણે ઓટીટી પર કામ કર્યું છે. બોલીવુડમાં અંડરવર્લ્ડના પ્રભાવની વાત કરતાં હાલમાં જ સોનાલીએ પોતાના નિવેદનથી લોકોને વિચારમાં મૂકી દીધા છે. તેણે કહ્યું કે, 1990ના દશક દરમિયાન અંડરવર્લ્ડના કારણે તેને ફિલ્મોમાં રોલ મળવાનો બંધ થઈ ગયો હતો.
એક્ટ્રેસ અનુસાર તેના પતિ અને ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહલે એક સ્ટેજ પર તેની મદદ કરવી પડી હતી. સોનાલીએ બોલીવુડમાં પોતાની કરિયરની શરૂઆત 1994ની ફિલ્મ આગથી કરી હતી. ત્યારે તેની ઉંમર ફક્ત 19 વર્ષની હતી. પોતાની પહેલી ફિલ્મ પહેલાં તેણે અનેક ટીવી એડમાં કામ કર્યું હતું. 90ના દશકમાં તેણે અનેક શાનદાર ફિલ્મો જેવી કે, સરફરોશ, દિલજલે અને મેજર સાબે લોકોનું દિલ જીતી લીધું. તેણે હાલમાં જ ધ બ્રોકન ન્યૂઝની સાથે ઓટીટી પર ડેબ્યુ કર્યું છે.
ધ બ્રોકન ન્યૂઝના પ્રમોશન દરમિયાન સોનાલીએ ધ રણવીર શો પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે, અંડરવર્લ્ડના દબાણના કારણે તેને ફિલ્મોમાં કામ નહોતું મળ્યું. સોનાલીએ કહ્યું કે, ઘણીવાર મારે જે રોલ કરવાના હતા તે બીજા પાસે જતાં રહ્યા હતા. કેમ કે, તેમને કોઈએ બોલાવ્યા હતા. પરંતુ પછી નિર્દેશક અથવા સહ-અભિનેતા તમને ફોન કરશે અને કહેશે કે, હું મજબૂર છું એટલા માટે કઈ નહીં કરી શકું. અને હું તેમની મજબૂરી સારી રીતે જાણું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube